Mahir Kalam News

News Website

જામનગરની મહિલાને શિવ સાક્ષાત્કારની સમગ્ર ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા જામનગરની મહિલાને શિવને બદલે વિજ્ઞાન જાથાના સાક્ષાત્કારે કર્યો પર્દાફાશ

જામનગરની મહિલાને શિવ સાક્ષાત્કારની સમગ્ર ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા જામનગરની મહિલાને શિવને બદલે વિજ્ઞાન જાથાના સાક્ષાત્કારે કર્યો પર્દાફાશ
Views: 164
0 0

Read Time:10 Minute, 58 Second

મમતા દવેનો માનસિક ભ્રમ ભાંગી નાખતુ વિજ્ઞાન જાથા.

વડાપ્રધાન બનશે, ગુજરાત સરકારને હરાવશે કથિત ભ્રમની માફી માંગી લીધી.

સ્વેચ્છાએ કબુલાતનામું આપી જાહેરમાં લોકોની માફી માંગી લીધી.

મમતાબેન ધો. ૯ પાસ અને ૧૦ વર્ષથી છૂટાછેડા લીધા એકલાની જીંદગી.

વિજ્ઞાન જાથાએ ગુન્હો દાખલ કરવાનું કહેતા તમામ હકિકત-બોગસનુ સ્વીકાર્યું.

ભૂત-ભવિષ્ય જાણવાની વાત કરનાર પોતાનું ભવિષ્ય જોઈ ન શકયા. જામનગર જિલ્લા પોલીસ વડા, ‘બી’ ડિવીઝન પોલીસની પ્રશંસનીય કામગીરી.

વિજ્ઞાન જાથાનો ૧૨૮૭ મો સફળ પર્દાફાશ.

અમદાવાદ : જામનગરની મહિલા મમતાબેન નિંજનાબેન પ્રકાશચંદ્ર દવેને શિવજીના

બદલે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમનો સાક્ષાત્કાર થવાથી સમગ્ર ઘટના માનસિક ભ્રમ સાથે બેબુનિયાદ બોગસ સાબિત થયું હતુ. શિવજીનો સાક્ષાત્કાર સાબિત કરી ન શકતા કબુલાતનામું સાથે જાહેરમાં માફી માંગી લેતા સમગ્ર મામલો થાળે પડયો હતો. સીટી ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટેશનની મદદથી જાથાએ ૧૨૮૭ મો સફળ પર્દાફાશ કર્યો હતો.

બનાવની વિગત પ્રમાણે જામનગરમાં સ્વામીનારાયણ નગર, શેરી નં. ૨, સૂર્યાભાઈના બંગલાની સામે રહેતી યર્જુવેદી બ્રાહ્મણ મમતાબેન દવેને સપ્ટેમ્બર ૨૦૨૨ માં બ્રહ્માંડના દર્શન કરતાં ગુજરાતીમાં વાતચીતમાં ભગવાન શિવજીનો સાક્ષાત્કાર થવાની સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પછી પોતે વડાપ્રધાન બનશે. આગામી ચૂંટણીમાં ગુજરાત સરકાર હારી જશે અને પોતે ૨૪ કલાકમાં પ્રાણપ્રશ્નો ઉકેલી શકશે. માઈક્રો પ્લાનીંગથી દેશને સુપર પાવર બનાવશે. અમેરિકાથી ભારત આગળ આવી શકશે, સાડા ત્રણ વર્ષની સાધના–તપથી ભ્રષ્ટાચાર નાબુદી કરશે. પોતાની અહિંસક સત્યાગ્રહ પાર્ટીમાં સદસ્યતા માટે ૫૧,૦૦૦/- સદસ્યતા ફંડ આપવું ૫ડશે. પોતાની સાથે વાતચીત કરવા માટે રૂા. ૧,૦૦૧/- થી રૂા. ૫,૦૦૧/- ની ફી નું ધોરણ નક્કી કરવામાં આવ્યું. પોતાના શરીરમાં ૧૧૪ પ્રકારની મુદ્રા-ચિહ્નો સ્થાપિત થઈ ગયા છે, પોતે ભૂત-ભવિષ્ય જાણી શકે છે. રિવર્સમાં જવાની ક્ષમતા ધરાવે છે. લોકો કરોડપતિ કેમ થઈ શકે તેવી પ્લાનીંગ શક્તિ ધરાવે છે. દેશમાં અરાજકતા, અશાંતિ, બેરોજગારી, ભ્રષ્ટાચારના કારણે રાજકારણ પસંદ કરેલું છે. શિવજી સિવાય કોઈપણને ભગવાનમાં માનતી નથી. શિવજી પામવા ૧૧૨ પ્રકારના રસ્તાઓ છે. પોતે માથા પછાડ્યા પણ લોકો સમજવા તૈયાર નથી. બ્રાહ્મણોએ પિતૃતર્પણ ખૂબ કર્યા પરંતુ શિવજીને પામવા તૈયાર નથી. પોતાની પાસે આવનાર અને મોબાઈલ કરનારા પોતાને સેલીબ્રીટી માનતા હોય મદદ કરતા નથી. દેશ આખામાં પ્રચાર કરવો છે. રાજય-કેન્દ્રમાં બેઠેલા ઉચ્ચ પદાધિકારીઓ સાથે વાત કરાવો પરંતુ એકપણ જ્ઞાનવર્ધક નથી. સત્યનો માર્ગ હોય લોકો ખોટીના છે. જ્ઞાનમાં હોંશિયારને મળવા માંગુ છું. વિશ્વમાં દેશનું નામ થાય તે મારા થકી શકય છે, મંત્રજાપ આપું તેમાં સિધ્ધિ મળવાની છે, લોકો પાંચ ટકા જ બુધ્ધિનો ઉપયોગ કરે છે. હું શિવની અખંડ સાધક છું. બ્રાહ્મણો તરફ આક્રોશ ધરાવે છે. ટાંટિયા ખેંચ કરે છે. શિવજીનો અંશ હનુમાનજી છે છતાં એકબીજાથી દૂર છે જે સાધક સમજી શકે છે. રાષ્ટ્રીય સમસ્યાનુ નિરાકરણ મારા હાથમાં છે. યોગ્ય વ્યક્તિની શોધમાં છું. આ પ્રકારના અનેક મુદ્દાઓ ઉપર વિવાદાસ્પદ ઉચ્ચારણો ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર જોવા મળે છે. પોતાને દરરોજ હજારો મોબાઈલ આવે છે, ઊંઘવાની તકલીફ પડતી હોય રૂપિયાનો ચાર્જ નક્કી કર્યો છે. રાજયમાં મમતાબેન ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

વિજ્ઞાન જાથાના કાર્યાલયે મોબાઈલ ઉપર અસંખ્ય લોકોએ સત્યનું ઉજાગર કરવાની વાત કરી હતી. ભવિષ્યમાં સાક્ષાત્કાર રૂપિયા કમાવવાનું ગતકડું બની ન જાય તેવી હકિકત મુકી હતી. અંધશ્રદ્ધા ભ્રમ ફેલાવે છે તેવી હકિકત મુકી હતી. તેથી જાથાએ ખરાઈ કરવા ભાનુબેન શેઠીયા, ભકિતબેન રાજગોર ભાવનાબેન વાઘેલા એડવોકેટને મોકલ્યા હતા. રૂબરૂ મળવાનો ટાઈમ પછી આખો દિવસ વ્યસ્ત છું બાદ પડોશીઓ, માહિતીની જગ્યાઓ ઉપર પહોંચી ગયા હતા. લોકોને પોતે મંત્રજાપ આપે તેમાં સિદ્ધિ છે. હકિકતમાં ભ્રમ ફેલાવતા હોવાનું બહાર આવ્યું હતું. પર્દાફાશનું નક્કી થયું.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી, ગૃહ મંત્રાલય, ડીજીપી, જામનગર જિલ્લા પોલીસ વડા, કલેકટરને જાણકારી આપી પોલીસ રક્ષણ–બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. સીટી ડીવાય.એસ.પી. જયવીર ઝાલાને સમગ્ર હકિકતથી વાકેફ કર્યા હતા. પ્રારંભમાં સીટી ‘એ’ ડિવીઝન બાદ ‘બી’ ડિવીઝન પો. સ્ટેશનની હદમાં હોય બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. પો. ઈન્સપેકટર એન. એમ. ગઢવીએ જાથા માટે પોલીસ બંદોબસ્ત ફાળવી દીધો. હેડ કોન્સ્ટેબલ ઓસમાણભાઈ એસ. સુમરા, મહિલા પો. કોન્સ્ટે. પુર્ણાબા ડી. જાડેજાને વિગેરે સ્ટાફની ફાળવણી કરી દીધી.

રાજકોટથી જાથાની ટીમમાં જયંત પંડયાના વડપણ હેઠળ ગુલાબસિંહ ચૌહાણ, રોમિતભાઈ રાજદેવ, રવિ પરબતાણી, અંકલેશ ગોહિલ, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, ભાનુબેન વિરજી શેઠીયા રવાના થયા. સ્થાનિક કાર્યકરોને મમતાબેન દવેના ઘર આસપાસ ગોઠવી દીધા.

જાથાના ચેરમેન જયંત પંડયા સાથે ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટાફ મમતાબેનના ઘરે ધસી ગયો. ત્યાં ગ્રાઉન્ડ ફલોર ઉપર ભાઈનો પરિવાર અને ઉપરના માળે રહેતા હોય હાજર થઈ ગયા. પરિચય આપતા ગાડીમાં બેસી ગયા. ‘બી’ ડિવીઝને લાવવામાં આવ્યા.

જાથાના જયંત પંડયાએ પરિચય આપી ગુન્હો બનતા સબંધી વાત કરી સતત આક્રોશપૂર્વક બોલવું, પોતાની વાત જ સાચીનો હઠાગ્રહ રાખતા હોય કાયદાની વાત કરતા ભાંગી પડયા હતા. રડવાનું અટકાવી શક્યા ન હતા. ભૂલ કબુલી લેવાની તૈયારી બતાવી કબુલાતનામું આપવા સ્વૈચ્છાએ તૈયાર થઈ ગયા હતા. જાથાએ લોકો સાથે વાતચીતમાં કયા પ્રકારે ગુન્હો બને છે તેની માહિતી આપી હતી. તુરંત પોતાના હાથે લખાણમાં ભ્રમ સંબંધી ગુન્હો બને છે તે ખબર નથી. વાયરલ કરેલ તમામ હકિકત બોગસ–બેબુનિયાદ છે. લોકોની માફી માંગી લીધી હતી. સહી કરી દીધી હતી.

જાથાએ વાતચીતમાં નજરે જોયું છે તેમાં મમતાબેને ઘણા દિવસોથી ઊંઘ કરેલી નથી. માનસિક વાલોપાત સાથે અતિક્રમણ જોયું હતું. એકધારું બોલવું બીજાને સાંભળવા નહિ. પોતાની વાત જ સાચી, મંત્રજાપ આપવો વાસ્તવિકતાથી દૂર હતો. પોતાના મનની વાત આખરી છે. પોતે નવ ધોરણ પાસ છે. ૧૦ વર્ષથી છૂટાછેડા લઈ લીધા છે. પરિવાર છિન્નભિન્ન છે. દામ્પત્યજીવન ખંડિત છે. જીવનમાં પોતે સફળ થયા નથી. દેશમાં સફળ થવાની વાતો નિરાધાર સાબિત થઈ હતી. ભૂત-ભવિષ્ય કોઈપણનું જાણી શકે છે. પોતાનું જાણી શક્યા ન હતા. રીવર્સની વાતમાં તથ્ય ન હતું. મીડિયા જગતને વાત કરી પરંતુ કોઈએ મદદ કરી ન હતી. મમતાબેન સાથે સૌજન્યતાપૂર્વક વાત કરી ભવિષ્યમાં વિડિયો વાઈરલમાં કાયદાને ધ્યાનમાં રાખવાની વાત કરી હતી. કબુલાતનામું માફીનામું મેળવતા સમગ્ર મામલો થાળે પડયો હતો. જાથાનો ૧૨૮૭ મો પર્દાફાશમાં સફળતા મળી હતી.

જાથાએ રેન્જ આઈ.જી.પી., જામનગર જિલ્લા પોલીસ વડા, ડીવાય.એસ.પી. ઝાલા, પો. ઈન્સ. ગઢવીનો આભાર માન્યો હતો.

જાથાના રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા, ભાનુબેન શેઠીયા, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, સ્થાનિક કાર્યકરોએ ઉત્તમ કામગીરી બજાવી હતી. ‘બી’ ડિવીઝન પોલીસ કર્મીઓમાં હેડ કોન્સ્ટે. ઓસમાણભાઈ સુમરા, પો. કોન્સ્ટે. પુર્ણાબા જાડેજા પર્દાફાશમાં જોડાયા હતા.

રાજયમાં અંધશ્રદ્ધા-ભ્રમ ફેલાવવાની ઘટનામાં પુરાવા સાથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

ફોટો તસ્વીરઃ જામનગરમાં મમતા દવેએ શિવજીના સાક્ષાત્કારની બોગસ હકિકત મુકતા વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો તેમાં માફી માંગતા કબુલાતનામું આપતા સાથે જયંત પંડયા નજરે પડે છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના સુપ્રસિદ્ધ અખબારમાં મેટર ફોટા સાથે પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *