Mahir Kalam News

News Website

બાબા બાગેશ્વરને દિવ્ય દરબાર સામેના વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ તંત્રે નામંજૂર કર્યા પોલીસ તંત્રે રેલી–ધરણાની મંજુરી ન આપતા જાથાએ તમામ કાર્યક્રમ રદ કર્યા

બાબા બાગેશ્વરને દિવ્ય દરબાર સામેના વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ તંત્રે નામંજૂર કર્યા પોલીસ તંત્રે રેલી–ધરણાની મંજુરી ન આપતા જાથાએ તમામ કાર્યક્રમ રદ કર્યા
Views: 67
0 0

Read Time:3 Minute, 52 Second

સરકારી તંત્રે ધિરેન્દ્ર શાસ્ત્રીની રાજકીય વગથી મંજુરી રદ કરવામાં આવી.

તા. ૫ થી ૭ ના તમામ આયોજનો જાથાએ બંધની જાહેરાત.

દરબારમાં પર્ચી, રોગ મટાડવા, ધુણવાની પ્રક્રિયાના નાટકનો સદૈવ વિરોધ.

અમદાવાદ : ભારત જન વિજ્ઞાન જાથાએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિરોધ પ્રદર્શિત કાર્યક્રમોની જાહેરાત કરી હતી. પોલીસ તંત્રે કોઈપણ પ્રકારની પરવાનગીની મંજુરી આપી નથી. ધરણા–રેલી નામંજુર કરતા તમામ આયોજનોની બંધની જાહેરાત કરવામાં આવે છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે હનુમંત કથાને કદાપિ વિરોધ નથી. બાબા બાગેશ્વર દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા પ્રેરક, લોકોને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ, વગર લાયસન્સે મેડિકલ સારવારની કાર્યપદ્ધતિનો સદૈવ વિરોધ કરે છે. તેથી ધરણા–રેલી કાર્યક્રમની સરકાર પાસે મંજુરી માંગી હતી જે કાયદો-વ્યવસ્થા લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ હોય અને ઉશ્કેરાય તેમ હોય કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવતી નથી. વિરોધ કાર્યક્રમની મંજુરી આપવામાં આવતી નથી તેની જાણકારી તા. ૩ જી એ સાંજે ૬ કલાકે તંત્ર દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે આયોજનો રદ કરવામાં આવ્યા છે. જાથાએ હંમેશા કાયદાને માન આપી કાર્યક્રમો કર્યા છે. છેલ્લા ૩૫ વર્ષથી જાથા ઉપર એકપણ કોર્ટ કેસ નથી.

વિજ્ઞાન જાથા સમાજનું અંગ છે. સનાતની ધર્મના પ્રણેતા છે. ધાર્મિકતા વ્યક્તિગત બાબત છે છતાં લોકોનું બેધ્યાન કરી ખોટી હકિકત મુકવામાં આવે છે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર માત્ર અંધશ્રદ્ધા પ્રેરક પદ્ધતિનો જ વિરોધ છે. પર્ચીથી મોટો લોકસમુહ હાજર રહે છે. બાબા સંત કે કથાકાર નથી, ખલનાયક છે. તેમની વર્તણૂંકથી મોટાભાગનો જાગૃત વર્ગ નારાજ છે. રાજકોટ હનુમંત કથાના આયોજકો ઉપર જાથાને માન–કદર છે. તેમણે સંયમપૂર્વકના નિવેદનો આપ્યા છે. આદરભાવ વ્યકત કરે છે.

જાથાએ ૩૫ વર્ષમાં કદી પણ જાતિવાદ-કોમવાદ, નાત-જાતને સ્થાન આપ્યું નથી. તટસ્થ કામગીરી સૌ કોઈ નજરે જોવે છે. અમુક લેભાગુ લોકોને ભરમાવે છે.

અંતમાં વિજ્ઞાન જાથા હંમેશા અંધશ્રદ્ધા વિષયક બાબતમાં પોતાનો વિચાર રજૂ કરે છે અને કાર્યક્રમો આપે છે તે તટસ્થતાપૂર્વકના હોય છે. જાથા પુરાવા સાથે કામ કરતું હોય જરૂર જણાય ત્યાં ગુન્હો પણ દાખલ કરતા હોય છે. આજ દિન સુધીમાં જાથા ઉપરના આક્ષેપો સાચા પડયા નથી. કહેવાતા હિન્દુ સંગઠનોના અમુક લેભાગુઓને જનસમાજ ઓળખે છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના સુપ્રસિદ્ધ અખબારમાં મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *