જામનગરમાં ટ્રકો ફાઈનાન્સ કંપનીમાંથી લોન લઈ હપ્તા ન ભરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે।
માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS)ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ અભિયાન હાથ ધરાયું હતું। પોલીસ ઇન્સપેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એમ.વી. ભાટીયા અને ટીમ દ્વારા સક્રિય તપાસ હાથ ધરવામાં આવી હતી।
મળેલી બાતમીના આધારે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નં. 11202002212324/2021 (આઇપીસી કલમ 406, 420, 424, 467, 468, 471, 120-બી) મુજબ ટ્રક લોન છેતરપીંડી કેસમાં સંડોવાયેલા હીરેનભાઈ અનિલભાઈ ચોવટીયા અને નિકુંજભાઈ અનિલભાઈ ચોવટીયાને જામનગર-લાલપુર બાયપાસ નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હતા।
બન્ને આરોપીઓ વૃંદાવન પાર્ક-૨, પ્લોટ નંબર 211/7, સુભાષપાર્ક પાછળ, જામનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ધરપકડ બાદ તેમને આગળની કાર્યવાહી માટે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે।
આ સમગ્ર કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એમ.વી. ભાટીયા, ASI ગોવિંદભાઈ ભરવાડ તથા પોલીસ ટીમના અન્ય સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી સફળ બની હતી।
જામનગરમાં ટ્રક લોન છેતરપીંડી કેસમાં બે નાસતા આરોપી ઝડપી પાડ્યા

Views: 139

Read Time:1 Minute, 57 Second










