Mahir Kalam News

News Website

રાજકોટના દિવ્ય દરબારમાં વિજ્ઞાન પરાજીત અંધશ્રદ્ધાનો વિજય… વિજ્ઞાન જાથા બાબા બાગેશ્વર, આયોજકો સામે ગુન્હો દાખલ કરવાની માંગ કરતું વિજ્ઞાન જાથા

રાજકોટના દિવ્ય દરબારમાં વિજ્ઞાન પરાજીત અંધશ્રદ્ધાનો વિજય… વિજ્ઞાન જાથા બાબા બાગેશ્વર, આયોજકો સામે ગુન્હો દાખલ કરવાની માંગ કરતું વિજ્ઞાન જાથા
Views: 50
1 0

Read Time:9 Minute, 12 Second

સનાતન હનુમાન કથાને બદલે લવ જેહાદ, ચાદર, માનસિક રોગી સાથે ખિલવાડ.

જાહેરનામા ભંગનો આયોજકો ઉપર ગુન્હો દાખલ કરો. કથાને રાત્રિના ૧૦ કલાક મંજુરી.

બાબા વિજ્ઞાન મંચમાં આવી જાથાનો એક કરોડનો પડકાર ઉપાડે.

દરબારમાં ચિઠ્ઠી, નામાવલિ, પ્રશ્નો ષડયંત્રનો ભાગમાં તર્કટ બાબા સાબિત.

વિજ્ઞાન મંચમાં બાબાની ધોતી ઢીલી થઈ જશે.

માનસિક બિમાર હનુમાન ચાલીસા સાથે તુરંત મેડીકલ સારવાર મેળવે તેવી અપીલ.

દેશનું દુર્ભાગ્ય વિકાસ, રોજગારીને બદલે ચમત્કારો, ચાદર, લવ જેહાદની કથામાં વાતો થાય.

કથાના છેલ્લા દિવસે માનસિક રોગીઓના મેળાવડામાં અવૈજ્ઞાનિક સારવાર.

અમદાવાદ : રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ રેસકોર્સના મેદાનમાં જુન તા. ૫ થી ૭ સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બે દિવસ કથા અને છેલ્લા દિવસે દિવ્ય દરબારમાં માનસિક બિમાર અવૈજ્ઞાનિક સારવારના કારણે બાબા બાગેશ્વર અને આયોજકો સામે ગુન્હો દાખલ કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ માંગણી કરી છે. હનુમંત કથામાં હિન્દુ રાષ્ટ્ર અને લવ જેહાદ, ચાદરની વિવાદાસ્પદ વાતો કરવામાં આવી હતી.

રાજકોટમાં હનુમંત કથામાં બે દિવસ ભગવાનના ગુણાનુવાદને બદલે લોકોમાં અસમંજસ, મનના વમળોમાં અશાંતિ, લવ જેહાદ, ચાદર, ઉચ્ચારણો કરી ભાઈચારામાં ખલેલ કરવાનો નિમ્ન પ્રયાસ બાબાએ કર્યો હતો તેનો જાથા વિરોધ કરે છે. દેશમાં રાજય કે કેન્દ્રના સત્તાધીશો યેનકેન ચાદર ચડાવવા જાય છે તેના વિરોધને બદલે લોકોમાં અંદરોઅંદર વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસને જાથા વખોડે છે. હિન્દુ રાષ્ટ્ર, સનાતન પ્રચાર, કથાનો કદાપિ વિરોધ નથી પરંતુ પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પિટલ, અન્નપુર્ણા રસોઈના નામે ફંડ-ફાળા કરવાનો મુખ્ય ઉદ્દેશ જોવા મળતો હતો. શ્રદ્ધાળુઓને પોતાના આશ્રમે ઈચ્છિત ફળ માટેની વાતો કરવામાં આવતી હતી. કથાના સમાપને માનસિક દર્દીઓનો મોટો સમુહ એકાએક બહાર આવી કરૂણ દ્રશ્ય જોવા મળ્યું હતું તેને હનુમાન ચાલીસા બોલી ઉપચાર કરવામાં આવ્યો હતો જે માનવ જીંદગી સાથે ખિલવાડ સમાન છે. મેડીકલ સારવારની સલાહને બદલે પોતાના આશ્રમે આવવાની શીખ આપી હતી. સારવારમાં અવરોધ ઉભો કરવો, મોડી સારવારમાં દર્દીને પીડામાં વધારો કરવો ગુન્હો બને છે. આયોજકોને રાત્રિના ૧૦ કલાકની માઈક વગાડવા, કથા સભાની મંજુરી આપવામાં આવી હતી તેનો ભંગ કરવા બદલ ગુન્હાને પાત્ર છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ અને આયોજકો સામે ગુન્હો દાખલ કરવા માંગણી સાથે અરજી આપવામાં આવશે. મંજુરીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. માનવ જીંદગી સાથે ખિલવાડ સમાન ઉપચાર પદ્ધતિ ગુન્હાને પાત્ર છે. ખીલવાડ સમાન ઉપચાર પદ્ધતિ ગુન્હાને પાત્ર છે. હનુમંત કથાની આડમાં રાજકીય એજન્ડા મુજબ બાબા કામ કરે છે. આશ્રમમાં આવતું દાન લોકોનું છે તે મુજબ લોકકલ્યાણના કાર્યો કરવા પડે છે. હોસ્પિટલના નામે દેશભરમાંથી ફંડ એકત્ર કરવામાં આવે છે. અન્નપૂર્ણા–રસોઈ માટેના દાનનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ જાગવાની જરૂર છે. બાબાનો વાણી-વ્યવહાર, ઉપદેશ સંત કે કથાકારને બદલે ખલનાયકની ભૂમિકા જોવા મળે છે. વિવાદાસ્પદ નિવેદનો આપી સ્થાનિક જગ્યાનું વાતાવરણ ડોહળે છે. બાબામાં કથાકારની પરિપકવતા જોવા મળતી નથી. દરબારમાં જે જે નામો બોલવામાં આવ્યા તે કાયમી આશ્રમમાં જતા હોય તેવું પ્રાથમિક તારણ છે. પર્ચી-અરજી મંજુરીના નામો ષડયંત્રનો ભાગ છે. આયોજકો પર્ધીના નામો સરનામા-મોબાઈલ નંબર જાથાને સુપ્રત કરે તો વધુ પ્રકાશ જનસમાજને આપી શકાય તેમ છે. પર્ચીમાં બોલવવામાં આવેલા નામો પહેલેથી ખબર હોય તેવું વર્તણૂંક જોવા મળતું હતું. દરબારમાં નોટંકી સિવાય કશું જ ન હતું.

વધુમાં જયંત પંડયા જણાવે છે કે વિજ્ઞાન મંચમાં હાજરી આપવા જાથાએ પડકાર ફેંકયો હતો. એક કરોડનું ઈનામ ઉપાડી વિશ્વસનીયતા સાબિત કરવા આહવાન આપ્યું હતું. જાથાના મંચમાં બાબાની ધોતી ઢીલી થઈ જાય તેથી લોકોને અવળે માર્ગે વાળે છે. દિવ્ય દરબારમાંનું આમંત્રણ બાબાની કુચેષ્ઠા સાથે રમત છે. જાગૃતો બાબાને ભાગેશ્વર તરીકે ઓળખે છે. અગાઉ શ્રદ્ધાળુઓ છેતરાયા છે અમુક બાબા જેલમાં છે છતાં માનવું – ન માનવું લોકોના અધિકારમાં આવે છે. વિજ્ઞાન જાથા રાજયમાં ૩૫ વર્ષથી સેવાકીય, રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પ્રવૃતિ કરે છે તેના સૌ કોઈ સાક્ષી છે. અંધવિશ્વાસથી આખરે સમાજ, રાષ્ટ્રને નુકશાન થાય છે. જાહેરનામાનો ભંગની તંત્રને રજૂઆત કરવામાં આવશે. હજારો માણસોને તમાશો જોવા પ્રલોભન આપી માત્ર ૨૦ થી ૨૫ ને બોલાવી દરબારમાં નિર્દોષ, ભોળા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. પર્ચી-મંજુરી માટે શ્રીફળ લાવવું ફરજીયાત છે તેથી રૂા. ૫૦/- પચાસના વ્યકિત દીઠ ખર્ચ લોકોના માથા ઉપર જોવા મળતો હતો. હજારો માણસોમાંથી શ્રદ્ધાળુઓ શ્રીફળ ખરીદતા હતા. આસ્થાના નામે વેપાર કેન્દ્ર છે. લોકસભાની ચૂંટણી પહેલા બાબા બાગેશ્વરની હિન્દુ રાષ્ટ્ર, સનાતન ધર્મ પ્રચારક તરીકે નિમણૂંકના ભાગરૂપે કામ કરે છે.

જાથા પોલીસ તંત્રને બાબા બાગેશ્વર સામે ગુન્હા દાખલ કરવા માટે ભારતીય બંધારણના ભાગ-૫એ, ૫૧એ (એચ) નો ભંગ થાય છે. ગુજરાત માનવ બલિ અને અન્ય અમાનવીય અનિષ્ઠ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબતન અધિનિયમ-૨૦૨૪ હેઠળ ગંભીર ગુન્હો બને છે. કલમ(૨) મુજબ નવા કાયદા મુજબ કલમ-૩ હેઠળ પોલીસને કહેવાતા ચમત્કારો અટકાવવા સત્તા આપવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠ દ્વારા પિટીશન નં. ૪૬૯/૨૦૧૫ માં ચુકાદો જાન્યુઆરી ૨૦૨૧ અન્વયે માનવ ગરીમા વિરૂદ્ધ કૃત્યોને રોકવા કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યાની જોગવાઈ મુજબ કામ કરવાની પોલીસ તંત્ર પાસે જાથા માંગણી કરશે. અજ્ઞાનતામાં માનસિક બિમાર પરિવાર હનુમાન ચાલીસાના પાઠ કરે તે મોડી સારવાર માટે ‘બાબા’ જવાબદાર થાય છે તેથી કાયદેસર કામ કરવું જોઈએ.

વિજ્ઞાન જાથા રાજયના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, રાજય પોલીસ વડા, ગુજરાત હાઈકોર્ટ અને રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટને પત્ર પાઠવી બાબા બાગેશ્વર અને આયોજકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવા સંબંધી અરજી દાખલ કરી પગલાની માંગણી કરનાર છે. આ ઝુંબેશમાં જોડાવવા ઈચ્છુકોએ વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

માન. તંત્રીશ્રી

આપશ્રીને સુપ્રસિદ્ધ અખબારમાં મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *