પિપાવાવ, 11 જૂન 2026- કન્ટેઈનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ(CPPI)2025માં વૈશ્વિક સ્તરે 28મું સ્થાન મેળવીને એપીએમ ટર્મિનલ્સ પીપવાવ ભારતનું સૌથી ઉચ્ચ સ્થાન ધરાવતું ખાનગી કન્ટેઈનર પોર્ટ અને દેશનું બીજું સૌથી ઉચ્ચ ક્રમાંક ધરાવતું કન્ટેઈનર પોર્ટ બન્યું છે.આ પોર્ટે 92.6નો CPPI સ્કોર હાંસલ કર્યો છે જે તેની મજબૂત કામગીરી, જહાજોની ઝડપી અવરજવર,સર્વિસની વિશ્વસનીયતા અને ગ્રાહકો તેમજ સપ્લાય ચેઈનને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવા પરના તેના સતત ફોકસને દર્શાવે છે.
વર્લ્ડ બેંક અને એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવતો CPPI જહાજો દ્વારા પોર્ટ પર વિતાવેલ સમય તથા એકંદર ઓપરેશનલ કાર્યક્ષમતાના આધારે કન્ટેનર પોર્ટની કામગીરી માપવા માટે વૈશ્વિક સ્તરે અગ્રણી બેન્ચમાર્ક પૈકીનો એક માનવામાં આવે છે.આ રેન્કિંગ પીપવાવની સતત સુધારાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. છેલ્લા છ વર્ષમાં આ પોર્ટે પોતાના CPPI સ્કોરમાં સુધારો કરી તેને વર્ષ 2020ના 78 થી વધારી વર્ષ 2025માં 92.6 કર્યો છે, જે તેની સંચાલકીય ઉત્કૃષ્ટતા,ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા,પ્રક્રિયાના સરળીકરણ તથા ગ્રાહક સેવામાં સતત થઈ રહેલી પ્રગતિને દર્શાવે છે.
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતા APM ટર્મિનલ્સ પીપવાવના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગિરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે “આ માન્યતા અમારા કર્મચારીઓની સમર્પણ ભાવના, અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને મેરિટાઇમ તથા લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમમાં અમારી ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે.વર્ષ 2020ના 78ના CPPI સ્કોરથી સુધારો કરીને વર્ષ 2025માં 92.6 સુધી પહોંચવું એ દર્શાવે છે કે સુરક્ષા,ઓપરેશનલ ઉત્કૃષ્ટતા અને સતત સુધારણા પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરીને શું હાંસલ કરી શકાય છે.
જો કે અમને આ સિદ્ધિને લઈ ગર્વ છે તેમ છતાં અમારું ધ્યાન અમારા ગ્રાહકો અને હિતધારકો માટે સફળતાના માપદંડોને વધુ ઊંચા લઈ જવા પર કેન્દ્રિત છે. ભારતનો વેપાર જે રીતે સતત વધી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમે સુરક્ષિત,કાર્યક્ષમ અને વિશ્વસનીય પોર્ટ કામગીરી પ્રદાન કરવા માટે જરૂરી ક્ષમતા,પ્રક્રિયા અને માનવ સંસાધનો પાછળ રોકાણ કરવાનું ચાલુ રાખીશું.
પીપવાવની આ કામગીરી જહાજોની ઉત્પાદકતા,ઓપરેશનલ વિશ્વસનીયતા,ડિજિટલાઈઝેશન અને પ્રક્રિયાગત ઉત્કૃષ્ટતા પર તેના સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે,જે ગ્રાહકોને કાર્યક્ષમ અને અનુમાનિત સપ્લાય ચેઈન કામગીરીનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવે છે.
આ સિદ્ધિ ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક મુખ્ય ગેટવે તરીકે અને વૈશ્વિક શિપિંગ લાઈનો, નિકાસકારો, આયાતકારો તથા લોજિસ્ટિક્સ પ્રદાતા માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે APM ટર્મિનલ્સ પીપવાવના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.
ભારતનું વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર જે રીતે સતત આગળ વધી રહ્યું છે,તેને ધ્યાનમાં રાખીને APM ટર્મિનલ્સ પીપવાવ સુરક્ષિત,કાર્યક્ષમ,ટકાઉ અને ગ્રાહક-કેન્દ્રી પોર્ટ કામગીરી દ્વારા દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે.
રિપોર્ટર મનિષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ
અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











