તારીખ 26 નવેમ્બરના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા દ્વારા માધ્યમિક થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસિક પ્રેરણા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ શ્રી પોતાના જીવનના પ્રસંગો શેર કરતાં કહ્યું હતું “જ્યારે હું પ્રથમ વખત સુરત ગયો ત્યારે મનમાં એક જ વિચાર હતો “કંઈક સારું કરવું છે
એ જ સકારાત્મક વિચારો અને અવિરત મહેનત મને જીવનની નવી ઊંચાઈઓ સુધી લઈ ગયા.” જે વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું પોતાનું લક્ષ્ય નક્કી કરવું અને પોઝિટિવ વિચાર સાથે સતત મહેનત કરતી રહેવી તો સફળતા ચોક્કસ મળશે
વિદ્યાર્થીઓ એક અનંત શક્તિ ,એક વિશાળ સપનું અને એક અનોખી લઈને ચાલે તો તેઓ જીવનમાં સર્વોતમ સિદ્ધીઓ પ્રાપ્ત કરી શકે છે જેમાં બેજ વસ્તુની જરૂર છે સાચું લક્ષ અને યોગ્ય દિશામાં મહેનત . વિદ્યાર્થીઓ ક્યારેપણ વ્યસન,મસ્તી અને ખોટી દિશામાં પોતાની ઉર્જાનો વપરાશ કરવો નહી, આ ઉમરે પોતાને ઘડવા, સપના સાકાર કરવા અને લક્ષ્ય પ્રત્યે વફાદારીથી અભ્યાસમાં વળગી રહેવા પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું.બાળકોને જીવનમાં દ્રઢ મનોબળ પોઝિટિવ વિચાર સાથે કારકિર્દી ઘડતર માટે નવી દિશા મળશે આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ, એમ કે સાવલિયા, કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી, સ્કૂલ સુપરવાઇઝરશ્રી વિજયભાઈ, શર્મીલાબેન, પ્રિન્સિપાલશ્રી જીગ્નેશભાઈ, કલ્પેશભાઈ તેમજ પ્લાઝા માંથી ચિરાગભાઈ, સંસ્થાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વક્તવ્ય થી બાળકોને જીવનમાં દ્રઢ મનોબળ – પોઝિટિવ વિચાર સાથે કારકિર્દી ઘડતર માટે નવી દિશા મળશે.
તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે…
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











