Mahir Kalam News

News Website

રાજકોટ જીવનનગરમાં શિવ મહાપુરાણના પ્રારંભ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા. બુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ યશ આપે… શાસ્ત્રી ભાનુશંકર પંડયા

રાજકોટ જીવનનગરમાં શિવ મહાપુરાણના પ્રારંભ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા. બુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ યશ આપે… શાસ્ત્રી ભાનુશંકર પંડયા
Views: 47
0 0

Read Time:3 Minute, 35 Second

-શિવશકિત ધૂન મંડળના આયોજનને બીજી વાર સફળતા.

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિના સૌજન્યથી જીવનનગર શિવશકિત ધૂન મંડળ, કનૈયા ચોક, ગોપી મંડળના ઉપક્રમે ભગવાન શિવ મહાપુરાણનો પ્રારંભ થયો હતો. માર્ગો ઉપર પોથીયાત્રા, રાસ-ગરબા, સાથે ધાર્મિક વિધિ-વિધાનથી શરૂઆત કરવામાં આવી હતી. શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતાની ૭૪૭ મી કથા જ્ઞાનલક્ષી સાબિત થઈ હતી.

મહાદેવધામમાંથી શિવ મહાપુરાણની પોથીયાત્રાનો પ્રારંભ કરી બ્રહ્મસમાજ, રૈયા રોડ, કનૈયા ચોકથી જીવનનગરમાં ચોકમાં શિવકથા સ્થળે પહોંચતા સ્વાગત, પૂજન વિધિ કરવામાં આવી હતી તેમાં ધૂન મંડળના રેખાબેન વાઢેર, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, સ્મિતાબેન કાચા, દક્ષાબેન પાઠક, જયશ્રીબેન મોડેસરા, પ્રવિણભાબેન ગોંડલીયા, એડવોકેટ હર્ષાબેન પંડયા, ગીતોન મહેતા, ખ્યાતિબેન ચૌહાણ, પૂજાબેન, આરતીબેન વાઢેર સહિત બહેનોને દીમાલા, મહાઆરતી, પોથીપૂજનમાં ભાગ લીધો હતો.

શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતાએ પ્રારંભમાં દેવરાજ અને ચિંચુલાજીના પ્રસંગોની વાત કરી વ્યસન કરનાર વ્યકિત જલ્દીથી ઘરડો થઈ જાય છે. રૂપિયા ભલે ઓછા હોય પણ પ્રતિષ્ઠા મેળવવી જોઈએ. બુદ્ધિપૂર્વક કરેલ પુરૂષાર્થ જ યોગ્ય દિશામાં કરેલા પુરૂષાર્થ યોગ્ય ફળ આપે છે. માતા-પિા રાજી હોય તો માનવું ભગવાન પણ પ્રસન્ન છે. શિવકથા સાંભળવાથી અનેકગણું પુણ્ય મળે છે. ાનો પસ્તાવો જ પાપની મુકિત છે. પાપ ફરીવાર ન કરવું તેવી પ્રેરણા થવી જોઈએ. આ ૩૪૭ મી શિવકથા છે. ભાગવત સપ્તાહ, દેવી ભાગવત, રામકથા અને શિવકથા રસપાન કરાવે છે.

સમિતિના પ્રમુખ જયંત પંડયાએ શ્રદ્ધાળુઓ સાથે શિવકથાની ટીમ, મહેમાનોનું સ્વાગત કરી આ વિસ્તારમાં છેલ્લા ૪૩ વર્ષથી સામાજિક, સેવાકીય, રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો.

શિવકથામાં મહાદેવધામ મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, ભક્તિબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, કીર્તિબેન કગથરા, ભારતીબેન રાવલ અને સમિતિના મુકેશભાઈ પોપટ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, અનંતરાય ગોહેલ, હસુભાઈ મોડેસરા, રાજેશ સોની, મયુર ગોહેલ, સમીર ચૌહાણ, પારસ ચૌહાણ, રાસ ગરબામાં સોનલબેન મોડેસરા, આરતીબેન વાઢેર, પૂજા વાઢેર, ચેતનાબેન મોડેસરા, ખ્યાતિબેન ચૌહાણ, વિણાબેન ચૌહાણ સહિતનાઓએ ભાગ લીધો હતો

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *