Mahir Kalam News

News Website

રાજકોટ જીવનનગર શિવશક્તિ ધૂન મંડળ ઉપક્રમે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહ

રાજકોટ જીવનનગર શિવશક્તિ ધૂન મંડળ ઉપક્રમે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહ
Views: 77
0 0

Read Time:4 Minute, 23 Second

રાજકોટમાં શનિવારથી જીવનનગરમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહ

દરરોજ બપોરે ૩ થી સાંજના સાડા છ કલાક સુધી શ્રવણ કથા.

જ્ઞાનયજ્ઞમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થશે.

ભા.જ.૫. ના હોદ્દેદારો સપ્તાહમાં હાજરી આપશે.

અઝશાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતા કથાનું રસપાન કરાવશે.

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિના સૌજન્યથી જીવનનગર શિવશકિત ધૂન મંડળ, કનૈયા ચોક, ગોપી મંડળના ઉપક્રમે જીવનનગર ચોકમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતા સંગીત સાથે કથાનું રસપાન કરાવશે. એપ્રિલ ૨૫ મી થી મે ૧ સુધી દરરોજ બપોરે ૩ કલાકથી કથાનું રસપાન સાથે ધાર્મિક પ્રસંગોની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.

ધાર્મિક ઉજવણીમાં પોથીયાત્રા તા. ૨૫ મી બપોરે સાડા ત્રણ કલાકે, ઉપરાંત દેહશુદ્ધિ, શિવ પૂજા, પિતૃ પૂજા, તા. ૨૬ મી એ શિવલીંગ પ્રાગ્ટય, તા. ૨૭ મી એ ઉમા પ્રાગ્ટય, તા. ૨૮ મી એ શિવવિવાહ, તા. ૨૯ મી એ ગણેશ ઉત્પત્તિ, તા. ૩૦ મી એ બાર જ્યોર્તિલીંગ, કથા વિરામ તા. ૧ મે ના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવશે. આઠ બહેનોની કમિટીએ તડામાર તૈયારીનો પ્રારંભકરી દીધો છે.

શિવશકિત ધૂન મંડળના રેખાબેન વાઢેર, પ્રફુલ્લાબેન બોરીચા, કુસુમબેન ચૌહાણ, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા, પ્રવિણાબેન ગોંડલીયા, સ્મિતાબેન કાચા, દક્ષાબેન પાઠકના યજમાન પદે આયોજન હોય મંડપ, શણગાર, સુશોભન, પોથીયાત્રામાં જીવનનગર, જ્ઞાનજીવન, શિવપરા, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર, આસપાસ રહીશોના ધર્મપ્રેમી જનત ભાગ લેવાના છે.

મહાદેવધામ મંદિરના સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા વકીલ, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડયા, ભકિતબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન રાવલ, કિર્તીબેન કગથરા, નેહાબેન મહેતા, હર્ષાબેન દોમડીયા, ગીતાબેન મહેતા, જિગીષાબેન રાવલ, સપ્તાહમાં ભાગીદાર બનવાના છે. પ્રસંગ ઉજવણીમાં પૂજાબેન વાઢેર, વીણાબેન ચૌહાણ, મીતલબેન પાઠક, સોનલબેન મોડેસરા, આરતીબેન વાઢેર, ખ્યાતિબેન ચૌહાણ, યોગીતાબેન ગોહેલ, ચેતનાબેન મોડેસરા, હિનાબેન પંડયા સહિત ભાગ લેવાના છે.

સપ્તાહમાં મહાઆરતીમાં સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, વોર્ડના પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભા.જ.૫. ના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, આગેવાનોને શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતા પૂજાવિધિ કરાવશે. સમિતિના પ્રમુખ& એડવોકેટ જયંતભાઈ પંડ્યા, વિનોદ રાય ભટ્ટ પાર્થ ગોહિલ, મુકેશભાઈ પોપટ, નૈનેશ ભટ્ટ, મયુર ગોહેલ, પ્રશાંત વાઢેર, સમીર ચૌહાણ, પારસ ભાઈ, મિતેશ ચૌહાણ અનંતભાઈ ગોહેલ, પ્રવીણભાઈ જોશી, કનુભાઈ વાઢેર, હસુભાઈ મોડેશરા, શૈલેષભાઈ પટેલ સહિત સમિતિના સદસ્યો તમામ કાર્યક્રમોમાં દેખરેખ તથા સહયોગ આપશે

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *