Mahir Kalam News

News Website

ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે

ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે
Views: 228
0 0

Read Time:3 Minute, 31 Second

આદિપુરમાં બુધવારે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે

ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.

૧૨૦૦ છાત્ર-છાત્રાઓને ચમત્કારીક પ્રયોગોનું નિદર્શન કરાશે.

જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે.

જાથાનો ૧૦૦૮૦ મો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે.

અમદાવાદ : ગાંધીધામ આર્ય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે ડી.એ.વી. પબ્લિક સ્કૂલ, આદિપુરમાં ૧૨૦૦ છાત્ર-છાત્રાઓ અને જાગૃતોમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ તા. ૨૯ મી એપ્રિલે બપોરે ૧૨-૦૦ કલાકે યોજવામાં આવેલ છે. જેમાં જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન આર્ય સમાજ ગાંધીધામના પ્રધાન વાયોનિધિ આચાર્ય, ગુરૂદત શર્મા, મેનેજર દિપકભાઈ ભટ્ટ, સ્કૂલ સી.ઈ.ઓ. હેતલબેન પરમાર, પ્રિન્સીપાલ દિગંતભાઈ ધોળકીયા, શિક્ષણકાર અને ટ્રસ્ટીઓ હાજર રહેવાના છે.

ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, હાથ-માથા ઉપર દીવા રાખવા, ધૂણવું-સવારીની ડીંડક લીલા, જીભની આરપાર ત્રિશુલ નાખવું, મનગમતી મીઠાઈ ખવડાવવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, અગ્નિનું આપોઆપ સળગવું, સંમોહન, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા, હઝરતમાં જોવું, બેડી તુટવી, ધર્મશ્રદ્ધાની આડમાં હાથચાલાકીના પ્રયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવશે.

પ્રયોગ નિદર્શનમાં મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ, જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, તુષાર રાવ, નિર્ભય જોશી, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, ભાવનાબેન વાઘેલા, ભાનુબેન શેઠીયા અને ગાંધીધામના સ્થાનિક કાર્યકરો ભાગ લેવાના છે.

પબ્લિક સ્કૂલના ૧૨૦૦ છાત્ર-છાત્રાઓને ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે અને ભુત-પ્રેત, અસમંજસ પ્રશ્નોના વૈજ્ઞાનિક જવાબો આપવામાં આવશે. વૈજ્ઞાનિક પ્રયોગોની પાછળના રહસ્યોની જાણકારી આપવામાં આવશે. આ કાર્યક્રમ રામબાગ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ પાછળ, પોલીસ સ્ટેશનની બાજુમાં, આદિપુર ખાતે રાખવામાં આવેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા આર્ય સમાજના મેનેજર દિપકભાઈ ભટ્ટ અને ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

કરવો. રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક

માન. તંત્રીશ્રી

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *