મિત્રો વૃક્ષ પરનુ પાંદડુ ત્યાં સુધી જ તાજુ રહે છે. જ્યાં સુધી એ વૃક્ષની ડાળી સાથે જોડાયેલુ રહે છે. જીવન માં તમે પણ અવશ્ય જાણી લેજો કે તમારી ડાળી અને તમારુ વૃક્ષ કોણ છે ??
મારી ડાળી અને મારુ વૃક્ષ તો મારો રાવત સમાજ છે. સમાજ મને. મારા કાર્યોને. મારી પ્રગતિ ને. તથા મારા સામાજિક મિશન ને સમજે તોય ઠીક છે. અને ના સમજે તોય ઠીક છે. સમાજ મારા માથાનો મુગટ છે. અને હંમેશા રહેશે. સ્વામીજી બાવલીયા નો મારા માથે હાથ છે. પછી કોની બીક છે ? હું તો સ્વામી બાપાની દયાથી મારા વિચારો ને મારા કાર્યો થી હિરો છુ ને હિરો જ રહીશ. અને હિરો એને કહેવાય જે દુશ્મનો થી લડતો હોય. અને વિલન એને કહેવાય જે પોતાના સમાજ માં રહીને પોતાના થી જ લડતા હોય.
સમાજ માટે મારે ઘણુ કરવુ છે મિત્રો. જે કોઈની કલ્પના માં પણ નથી. પણ મને લાગે છે ત્યાં સુધી સમાજ માં જ રહેલા સમાજ નુ અહિત વિચારનાર. અસુરક્ષિત લોકો. અને સમજુ ખરા પણ આળસુ. એંદી. નિષ્ક્રિય. મુંગા. બળતરા ખોર. અને મોંઢા ઉપર મીઠુ બોલે ને પાછળ ખોદણી કરે એવા ઈર્ષાળુ. લોકો જે મને અને મારા સામાજિક મિશન ” મારો સમાજ મારી જવાબદારી ” ને અવગણી રહ્યા છે. એવા લાગણીઓ વિહીન લાલચુ લોકો મારી લાગણીઓ સમાજ ને નહી સમજવા દે.
અને હવે સમાજ માં પણ કોઈ અનુશાસન ની અપેક્ષા રાખીને બેઠુ હોય એવુ પણ મને નથી લાગતુ. (અપવાદરૂપકોઈહશે ) અહીં તો હોતી હૈ હોને દો. ચલતી હૈ ચલને દો. અપુન કો ક્યા ?? આ ભાવના વાળા વધુ દેખાય છે, બસ એજ લીખીતંગ સદાય સમાજ શુભચિંતક સૂર્યકિરણ રાવત,
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











