સંસ્થામાં ફક્ત શિક્ષણ નહીં પણ સાથે સાથે સર્વાંગી શિક્ષણ થી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય ઘડતર કરી ઉત્તમ નાગરિક બનાવવા તે અમારું કર્તવ્ય છે.- વસંતભાઈ ગજેરા
આ એવોર્ડ્સને સંસ્થા પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન અને તમામ સ્ટાફની મહેનતને અર્પણ કરતા હર્ષની લાગણી અનુભવી રહ્યો છું – વસંતભાઈ પેથાણી
સમગ્ર ગુજરાતમાંથી સર્વશ્રેષ્ઠ શાળાઓમાંથી ૬૫૦ ની એન્ટ્રી મળેલ જેમાંથી ૧૪૩ પસંદગી થયેલ.સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા એવા વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગજેરા કેમ્પસ- વિદ્યાસભામાં ૧૦ જેટલા ક્રાઈટ એરિયા જેમાં સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ અભ્યાસ સાથેની સુવિધા ડિજિટલ શિક્ષણ, અધ્યતન લેબ, રોબોટિક્સ લેબ, રમત- ગમત, કલા સાહિત્ય, સ્કિલ ડેવલપમેન્ટ, વગેરે જેવા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ વર્ષે જ સમગ્ર સૌરાષ્ટ્ર માં સર્વોત્તમ શૈક્ષણિક સંસ્થા નો એવોર્ડ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.વિદ્યાસભા – ગજેરા કેમ્પસ માં નિવાસી વ્યવસ્થા સાથે નર્સરીથી કોલેજ સુધીનું શિક્ષણ મળી રહ્યું છે ત્યારે આ સંસ્થામાં ઉત્તમ લેવલનું શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે સાથે સાથે સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરાના વિચાર મુજબ બાળકોને સર્વાંગી વિકાસ અર્થે સહાભ્યસ્કિલ બહાર લાવી સર્વાંગી શિક્ષણ આપવા માટે સત્તત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના એવોર્ડ થી સંસ્થા મેનેજમેન્ટ અને સ્ટાફના દ્રઢ મનોબળ માં વધારો થાય છે તેમ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી વસંતભાઈ પેથાણીદ્વારા જણાવવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને તમામ ટ્રસ્ટી શ્રી દ્વારા સંસ્થામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા માં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આપ સૌ સ્ટાફ ખૂબ સારી રીતે સંસ્થા ના ઉદ્દેશોને વળગી અવિરત વિદ્યાના સેવા યજ્ઞ માં સહભાગી થઈ હજારો બાળકોને શિક્ષણ દ્વારા રાષ્ટ્રના નવ નિર્માણ માં યોગદાન આપી રહ્યા છો તે બદલ આપ સૌને શુભેચ્છાઓ.
આ પ્રસંગે સાંસદ શ્રી પરશોતમભાઈ રૂપાલા ભૂતપૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા સીજુ અગસ્ત – અખિલ ભારતીય સ્વનિર્ભર શાળા ભરતભાઈ ગાજીપરા – ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા જતીનભાઈ ભરાડ – મનોહરભાઈ ગોહેલ, કપિલ સ્વામી, ડી. વી.મહેતા સાહેબ તેમજ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સેલ્ફ ફાઇનાન્સ મંડળ સાથે સંકળાયેલા પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











