Mahir Kalam News

News Website

બગસરા વડિયા રાજકોટ બસસેવા નિયમિત શરુ કરવા વડિયા વિકાસ સમિતિ ની માંગ

બગસરા વડિયા રાજકોટ બસસેવા નિયમિત શરુ કરવા વડિયા વિકાસ સમિતિ ની માંગ
Views: 246
0 0

Read Time:2 Minute, 0 Second

વહેલી સવારે વડિયા આવતી બસ સેવા રાજકોટ જવા માટે લોકોને ખુબ જ ઉપયોગી

શરૂ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની અપાઈ ચીમકી વડિયા

અમરેલી જિલ્લા ના બગસરા થી શરુ થઇ ને છેવાડાના તાલુકા મથક એવા વડિયા ને રાજકોટ સાથે જોડતા બસ રૂટ બગસરા વડિયા રાજકોટ રૂટ ની બસસેવા સવારે 6:30 કલાકે ભૂતકાળ માં શરુ હતુ તે હાલ અનિયમિત બની છે તો ક્યારેક બંધ કરી આપવામાં આવે છે. આ બસસેવા બગસરા થી વડિયા વચ્ચે આવતા ગામડાના વિદ્યાર્થીઓ, વડિયા થી ગોંડલ, શાપર અને રાજકોટ જતા વિદ્યાર્થીઓ, કારખાના માં કામ કરતા લોકો, દર્દીઓ, ઓફિસ કામે જતા લોકો સહીત મુસાફરો માટે ખુબ જ મહત્વના સમયનો રૂટ હતો જે રૂટ માં પૂરતો ટ્રાફિક પણ મળતો હોવાથી આ બસસેવા ફરી ચાલુ કરવા વડિયા વિકાસ સમિતિના પ્રમુખ જુનેદ ડોડીયા દ્વારા વડિયા વિકાસ સમિતિ ના લેટર પેડ પર એસટી વિભાગ ના ડી.ટી.ઓ.ને પત્ર લખી ને લેખિત માં વિનંતી સાથે માંગણી કરવામાં આવી છે. જેમા સાથે આ બસસેવા નો લાભ લેતા લોકોની સહી સાથે તેના મોબાઈલ નંબર પણ જોડવામાં આવ્યા છે.આ માંગણી સાથે એવુ પણ જણાવવામાં આવ્યુ છે આવનાર સમયમાં આ બસસેવા શરુ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. લોકોની સેવા માટે બનેલું જીએસઆરટીસી હવે લોકોની વાત સાંભળી આ બસસેવા ફરી પૂર્વવ્રત કરશે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે

બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *