Mahir Kalam News

News Website

ક્રિષ્ના સ્કૂલ મોટા કાલાવડ મુકામે 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ તથા ગીતા જયંતી અંગેનો યોજાયો સેમિનાર.

ક્રિષ્ના સ્કૂલ મોટા કાલાવડ મુકામે 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ તથા ગીતા જયંતી અંગેનો યોજાયો સેમિનાર.
Views: 207
0 1

Read Time:2 Minute, 16 Second

આજરોજ અમારી શાળામાં વિશ્વ એઈડ્સ દિવસ તથા ગીતા જયંતી બંનેની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ખાસ ઉદેશ્યો એ હતો કે વિદ્યાર્થીઓ તેમના વિશેનો જ્ઞાન પ્રાપ્ત કરે તથા તેમનું શું મહત્વ છે તેનાથી વાકેફ બને.

આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રીમદ ભાગવત ગીતાને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે અને કહેવાય છે કે ગીતાના પ્રત્યેક સ્લોકમાં એક ઉપદેશ છુપાયેલો જોવા મળે છે તો ગીતાના શ્લોકોનું રસપાન કરાવવા તથા વિસ્તૃત સમજૂતી આપવા માટે શાળાના શિક્ષક જયેશભાઈ વારોતરીયા દ્વારા એક સેમીનાર લેવામાં આવ્યો હતો.

જેમાં ધોરણ 6 થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને આજના દિવસની વિશેષતા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી

કહેવાય છે કે મહાભારતના યુદ્ધ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા લોકો દ્વારા વિશેષ સમજૂતી આપી હતી તેવી જ રીતે આજના સેમિનાર નો મુખ્ય ધ્યેય એ જ હતો કે વિદ્યાર્થીઓ શ્રીમદ ભાગવત ગીતા ને સમજે , આપણી સંસ્કૃતિ શું છે તેને સમજે અને તેમાંથી સારા સદગુણોને પોતાના જીવનમાં ઉતારે

આજના આ સેમિનાર ના આયોજનને જોઈને ક્રિષ્ના સ્કૂલના સંચાલક કમલભાઈ પાઉં, હિતેનભાઈ પાઉં હિરેનભાઈ પાઉં તથા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ વારોતરીયા, દિનેશભાઈ કનારા, હસમુખભાઈ જોગલે સૌએ આ સેમીનારને બીરદાવ્યો હતો ક્રિષ્ના સ્કૂલના આચાર્ય દર્શિતભાઈ ગોસ્વામી તથા તમામ સ્ટાફગણો આ સેમીનારને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *