ભાટીયા મુકામે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મેરામણભાઇ બી ગોરીયા ના સુપુત્ર ચિ. ડૉ રવી ના શુભ લગ્ન પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદશ્રી પૂનમબેન માડમ ખાસ હાજર રહ્યા હતા
આ લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખશ્રી સતીશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી જાડેજા સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ મેડમ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લુણાભા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન
વનરાજભા, તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો,વિવિધ ઉદ્યોગપતિઓ, વિવિધ કંપનીના અધિકારીઓ, જુદા જુદા ગામના સરપંચો , જિલ્લા તાલુકાના વિવિધ શાખાના અધિકારીઓ, રાજકીય આગેવાનો, જુદા જુદા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખો, મહામંત્રીઓ જુદા જુદા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખો, મહામંત્રીઓ ,અન્ય કર્મચારી મંડળીના જિલ્લા તાલુકાના પ્રમુખો મહામંત્રીઓ ,બહોળી સંખ્યામાં શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો, વિવિઘ બેંકના મેનેજરો, વિવિધ સંસ્થાઓનાં ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ,આમંત્રિત મહેમાનો, સગા સંબંધીઓ, તથા પત્રકારો એ ખાસ ઉપસ્થિત રહીને લગ્ન પ્રસંગને શોભાવ્યો અને દીપાવ્યો.
લગ્ન પ્રસંગમાં 2,000 થી વધારે મહેમાનો પધારેલ હતા. ગાયક કલાકારો સંગ રાસની રમઝટ બોલાવવામાં આવેલ. સૌ મહેમાનોએ વરરાજા ચિ..ડૉ રવી ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલ.
રિપોર્ટર. પરેશ મકવાણા











