60 વર્ષ પુરા થઇ ગયા હોય તેવા વરિષ્ટ નાગરીકો ને સરકાર શ્રી દ્વારા “સિનિયર સીટીઝન કાર્ડ” આપવામાં આવનાર છે જેના અનેક ફાયદાઓ છે.
વરિષ્ટ નાગરીકો ને “સિનિયર સીટીઝન કાર્ડ” મેળવવા સહાયરૂપ થવા માટે BJS: જૈન સંગઠન ફાઉન્ડેશન-જામનગર અને શ્રી એમ.પી. શાહ મ્યુનીસીપલ વૃદ્ધાશ્રમ -જામનગર દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.
તા. ૧૦-૧૨-૨૦૨૫ બુધવાર અને ૧૧-૧૨-૨૦૨૫ ગુરુવારે … સવારે ૧૦ થી ૧ અને બપોરે 3 થી ૬ દરમ્યાન ૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ટ નાગરીકો એ ઉપર ના પોસ્ટર માં દર્શાવેલ ડોકયુમેન્ટ સાથે આવવાનું રહેશે.
સંસ્થા ના કાર્યકરતાઓ યોગ્ય રીતે ફોર્મ ભરી, ડોકયુમેન્ટ ચકાસી અને ફોર્મ સક્ષમ અધિકારી ને કાર્ડ ની કાર્યવાહી કરવા માટે સોપી દેશે.
જેમનો વારો આવશે તેમને ફોન થી જાણ કરી સેવા-સદન માં રૂબરૂ ફોટા પડાવવા જવા માટે સુચના આપવામાં આવશે.
આ કેમ્પ પૂરો થયા બાદ જામનગર શહેર માં અન્ય સ્થળે પણ આ પ્રકાર ના કેમ્પનું આયોજન કરી વરિષ્ટ નાગરીકો ને સહાય કરવામાં આવશે.
જરૂરી નોંધ:
જે લોકો પાસે સ્કુલ લીવીંગ / જન્મ નો દાખલો ના હોય તે લોકો સિવિલ સર્જન નો દાખલો કાઢવી રજુ કરી શકે છે.
દર મંગળવારે સવારે જી. જી. હોસ્પિટલમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ અને પાસ-પોર્ટ સાઈઝ ના ફોટા- 2 સાથે જઈ સીવીલ સર્જન નો દાખલો મેળવી શકાશે.
ઉપરોક્ત ત્રણ જ ડોક્યુમેન્ટ્સ વેલીડ છૅ તો એ માટે બિનજરૂરી ફોન ન કરવા નમ્ર વિનંતી
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











