ભારતમાં ધૂણવાના વેપારથી લોકો સાવધાન… વિજ્ઞાન જાથા
અંધશ્રદ્ધા સામેનું નવું કાનુની વિધેયક બીનઅસરકારક સાબિત… જાથા
ધૂણવું માનસિક બિમારી સાથે નર્યું તુત… જયંત પંડયા.
સરકારનું અવૈજ્ઞાનિક વલણથી અંધશ્રદ્ધા ઘટના ચિંતાજનક.
માતૃશ્રી ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટે છાત્રાઓ માટે જાથાનો કાર્યક્રમ યોજયો.
આટકોટ પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.
અમદાવાદ : રાજકોટ જિલ્લાના જસદણ પાસે આટકોટમાં માતૃશ્રી ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપક્રમે છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ધાર્મિકતામાં ભારતે દિશા બદલાવને કારણે પ્રગતિમાં અવરોધક સાબિત થવાનો છે. ધૂણવાના ધંધાથી માનવ જાતને નુકશાન થવાનું છે. ધૂણવું એ માનસિક બિમારીની વ્યાખ્યામાં આવે છે. જાથાનો ૧૦૦૭૦ મા કાર્યક્રમમાં આટકોટ પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી હતી.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ટ્રસ્ટી અરજણભાઈ એલ. રામાણીએ કરી લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા અનુરોધ કર્યો હતો. છાત્રાઓએ વિજ્ઞાન અભિગમ કેળવી સમાજ-રાષ્ટ્રમાં ભાગીદારી કરવી જોઈએ. ધૂણવાથી સાવધાન રહેવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં ટ્રસ્ટી આર. પી. પટેલ, વેલજીભાઈ હિરપરા, રમેશભાઈ સાવલીયા, પ્રિન્સિપાલ અનિલ મેથ્યુ, મહેન્દ્રભાઈ ગરાસીયા, જયદિપભાઈ ખાચર, ડેનીસાબેન રામાણી, જાગૃતિબેન પેથાણી, કલ્પેશભાઈ રામાણી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ છાત્રાઓને પોતાનો વિચાર રજૂ કરતાં જણાવ્યું કે વર્તમાન સમયે ધૂણવાનો ધંધો પૂરજોશમાં જોવા મળે છે જે ભવિષ્યમાં ખતરાની આલબેલ છે. ભારતે દિશા બદલી હોય તેવો અહેસાસ થાય છે. ભાવિ પેઢી માટે ચિંતાનો વિષય છે. ધૂણવું એ માનસિક બિમારીની વ્યાખ્યામાં આવે છે. બિમાર દર્દી હોય તે મેડિકલ સારવારથી લાભપ્રદ હોય છે. જયારે ધૂણવામાં ઢોંગ-ધતિંગ કરતા હોય તેને દવા કારગત નીવડતી નથી. ઢોંગી લોકોને છેતરવામાં નિપુણ હોય છે. ઉકળતા તેલમાં હાથ નાખી માથા-ગાલ ઉપર સેકન્ડના ભાગમાં પ્રવાહી લગાડતા હોય તે પ્રેકટીસનો વિષય છે. આવા કરતબ કરનારા લોકોને પ્રભાવિત કરવા કરતાં હોય છે. જેમાં દેવી-દેવતાના નામ લઈ લોકોને અંધશ્રદ્ધામાં ધકેલતા હોય છે. જાથાએ દસ હજારથી વધુ કાર્યક્રમોમાં ઉકળતા તેલમાં હાથ નાખી પુરી-ભજીયાનો પ્રયોગ કર્યો તે વિજ્ઞાનના ક્રિયા–કારણના સંબંધો હોય તેવું સાબિત કરે છે. અમુક ભુવાઓ શેખી મારી પોતે કરતાં પ્રયોગની ચેલેન્જ મારતા હોય છે. વાસ્તવમાં વિજ્ઞાન-કોમ્પ્યુટર, લેપટોપમાં કશી જ ગતાગમ પડતી ન હોય તેથી ધૂણવા સાથે સાંકળ મારવાની ડંફાસ મારતા હોય છે. કોરોના વખતે લેભાગુ ભુવાઓ કયાં સંતાય ગયા હતા તેવો પ્રશ્ન કરવો જોઈએ. ધૂણવાથી કોઈએ અંજાઈ જવાની જરૂર નથી આવા કરતબો છેતરપિંડી માટે કરતાં હોય છે તેથી સાવધાન રહેવું જોઈએ.
વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ, ટેકનોલોજીથી દેશની પ્રગતિ થાય છે. લોકો ધર્મની દિશા પકડશે તો નુકશાની વેઠવી પડશે. ધાર્મિકતાથી કોઈ દેશ-રાષ્ટ્ર પ્રગતિ કરી હોય તેવો એકપણ દાખલો નથી. રાજકીય પક્ષો, ધાર્મિક નેતાઓ લોકોને પાછળની સદીાં ધકેલવા ધર્મ-આધ્યાત્મિકની વાતો આગળ ધરી લોકોને ભ્રમમાં નાખે છે. વાસ્તવમાં સત્તામાં રહેવા, ટકવા, મેળવવા માટેના હવાતીયા હોય છે જે લોકોએ અનુભવે સમજવું પડશે. ભારતમાં અંધશ્રદ્ધાનો વેપલો પૂરબહાર જોવા મળે છે. ધૂણવાથી કોને ફાયદો છે? ધૂણવાવાળા પાસે બેઠેલા લોકોની માનસિકતા જોવી જોઈએ. ભુવો શેખી મારતો હોય તેની પાસે બેઠેલા લોકોની ટકાવારી કેટલી તેથી મંથન કરી અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ. ધૂણવાની પ્રેકટીસે ધંધો બનાવી દીધો છે. ધૂણવાવાળા લેભાગુથી દેશને ફાયદો કરતાં નુકશાન વધુ થાય છે જેથી જાગૃતોએ બોધપાઠ આપવો જોઈએ.
જાથાના પંડયાએ જણાવ્યું કે સરકારે અંધશ્રદ્ધા સામે નવું વિધેયક અસરકારક સાબિત થયું નથી તેમાં રાખેલી છટકબારી બંધ કરવાની સાથે ગામે ગામે વિધેયકની જાણકારી આપવી જોઈએ. ભૂત-પ્રેત, જીન્નાત, ડાકણ–ચુડેલ, મામો, ખવીશ, આસુરી શક્તિનું અસ્તિત્વ જ ન હોય તેનો ભય-ડર રાખવો જોઈએ નહિ. પિતૃ-સુરાપુરા, મૃત્યુ પામેલા કદી નડતા નથી જીવતા માણસો જ નડે છે. માનવીને પોતાના પૂર્વગ્રહો જ નડે છે. જુના વિચારો-જડતાને તિલાંજલિ આપવી જોઈએ. અવકાશી ગ્રહો-ગ્રહણો નિર્જીવ હોય નડે જ નહીં, તેના વિધિ-વિધાન બકવાસ છે. હાથામાં પહેરેલી ગ્રહોના નંગની વિંટી દરિદ્ર માનસિકતાના દર્શન કરાવે છે.
વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, રૂપિયાનો વરસાદ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ, શ્રીફળનું સળગવુ, મનગમતી મીઠાઈ ખવડાવવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, બોલતુ તાવિજ, બેડી તૂટવી, ઉકળતા તેલમાંથી હાથેથી પૂરી તળવી વિગેરેનું નિદર્શન કરી છાત્રાઓને શીખડાવી દેવામાં આવેલ.
આટકોટ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. એસ. કાકડીયાએ પોલીસ બંદોબસ્ત માટે હેડ કોન્સ્ટે. ભગવાનજી વિઠ્ઠલભાઈ બેરાણી, હેડ કોન્સ્ટે. મધુબેન ગમારા, પો. કોન્સ્ટે. વિજયભાઈ ગોંડલીયા કાર્યક્રમ સ્થળે હાજર રહ્યા હતા.
જાથાના રવિ પરબતાણી, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ, બીનાબેન સોની, ભાનુબેન ગોહિલ પ્રયોગમાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન કલ્પેશ રામાણીએ કર્યું હતું.
કરવો. રાજયમાં લોકજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક
ફોટો તસ્વીર : આટકોટ માતૃશ્રી ડી. બી. પટેલ શૈક્ષણિક સંકુલમાં ચમત્કારોથી ચેતો કાર્યક્રમનું ઉદ્દઘાટન અરજણભાઈ રામાણી કરે છે. બાજુમાં આગેવાનો, જયંત પંડયા દ્રષ્ટિપાત થાય છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ફોટા સાથે મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











