Mahir Kalam News

News Website

રાજ્યમાં એન.એસ.એસ. કેમ્પમાં વિજ્ઞાન જાથાના ૩ કાર્યક્રમોનું આયોજન બુધવારે મોટા મહિકામાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં એન.એસ.એસ. કેમ્પમાં વિજ્ઞાન જાથાના ૩ કાર્યક્રમોનું આયોજન બુધવારે મોટા મહિકામાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
Views: 152
0 0

Read Time:3 Minute, 43 Second

શ્રીમતિ આર. આર. પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપક્રમે મહિકામાં શિબિર.

સાત દિવસીય કેમ્પમાં કોલેજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો.

જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે.

ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.

વિજ્ઞાન જાથાનો ૧૦,૦૭૧ મો કાર્યક્રમ યોજાશે.

અમદાવાદ : રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં સૌરાષ્ટ્ર

યુનિવર્સિટી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, સમસ્ત ગ્રામજનોના સહયોગથી શ્રીમતિ આર. આર. પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટ ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિબીરાર્થીઓ, ગ્રામજનો, જાગૃતો માટે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ બુધવાર તા. ૩૧ મી ડિસેમ્બર રાત્રિના ૮ કલાકે કેમ્પના સમીયાણામાં આયોજન થશે.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદઘાટન કોલેજના પ્રિન્સિપાલ એમ. એલ. બાલધા, પ્રોગ્રામ ઓફિસર ડૉ. પી. એમ. સખિયા, સરપંચ રમેશભાઈ વિરડીયા, ઉપસરપંચ કિરણબેન વિરડીયા, સતીષભાઈ વસોયા, સાગરભાઈ વિરડીયા, જગદીશભાઈ વિરડીયા, લલિતભાઈ વિરડીયા, સહદેવસિંહ જાડેજા, જેન્તીભાઈ વસોયા, આચાર્ય પ્રકાશભાઈ લુણાગરિયાની હાજરીમાં કરવામાં આવશે. કેમ્પ લીડર ચાર્મી વોરા, મિતલ મદાણી, નિધિ પદમાણી, રીયા સુતરિયા, પ્રવૃત્તિ કુનડીયા, ઉર્વીશા દોંગા, ગૃહમાતા જયાબેન પટેલ, કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. ટી. એલ. શ્રીમાલી, રમેશભાઈ વોરા સહિત ગામના આગેવાનો હાજરી આપવાના છે.

વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ધૂણવું-સવારી આવવાની ડિંડકલીલા, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, શ્રીફળ ઉપર બેસીને આપોઆપ ફરવું, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી, માથા ઉપર સગડી રાખવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, કર્ણપિશાચ વિદ્યાનું ભ્રમ, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા વિગેરેનું નિદર્શન કરી સૌ કોઈને શીખડાવી દેવામાં આવશે.

પ્રયોગમાં જાથાના સિધ્ધાર્થભાઈ દેગામી, અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ, ભારતીબેન દેગામી સહિત કાર્યકરો ભાગ લેવાના છે.

રાજયમાં પોતાના ગામમાં કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં જાગૃતિ મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *