આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી.
જન્મજયંતી મહોત્સવ તા. ૦૨-૦૨-૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન ઊજવાશે.
જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માટે સભાસ્થળે પ્રવેશ બપોરે ૩:૦૦ વાગ્યા પછી પ્રાપ્ત થશે.
અટલાદરા અને ચાણસદ મંદિરની આજુબાજુ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી મહોત્સવના દિવસે કોઈપણ હરિભક્તે મંદિર-દર્શને ન જતાં સીધા જ મહોત્સવ સ્થળે પહોચવું. સભા પૂર્વે ઠાકોરજીના લાઈવ દર્શન સમયે- સમયે થતાં રહેશે.
જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો ઉત્સવમાં ન આવે એ ઈચ્છનીય છે. તેઓ મહોત્સવના જીવંત પ્રસારણને ઘરે બેઠાં માણી શકશે.
ઉતારા અંગે :
ગુજરાત અને મુંબઈના હરિભક્તો મુખ્ય દિવસે નીકળી મહોત્સવના સમયે વડોદરા પહોંચી શકશે. આથી આ વિસ્તારના ભક્તોની સમૈયાના દિવસે ઉતારાની વ્યવસ્થા થઇ શકશે નહીં, તો વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
મુંબઈ સિવાયના પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને જ તા. ૦૧-૦૨-૨૦૨૬, રવિવારના દિવસે વડોદરા ખાતે ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે. તા. ૦૧-૦૨-૨૦૨૬ થી વહેલા કોઈ પણ હરિભક્ત ન આવે તે ઈચ્છનીય છે.
ઉતારા માટે www.baps.org વેબસાઈટ ઉપર તા.૨૦-૦૧-૨૦૨૬ સુધીમાં ઉતારા રિક્વેસ્ટ ફોર્મ ભરવું. ત્યાંથી આપના રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર પણ પ્રાપ્ત થશે.
આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા વડોદરા કે આજુબાજુના વિસ્તારોમાં અનુકૂળતા પ્રમાણે કરવામાં આવશે. આ માટે આપનું વાહન સાથે રાખવું.
પરદેશથી પધારનાર હરિભક્તને વડોદરાની નજીકમાં પોતાનું કે સંબંધીનું નિવાસસ્થાન હોય તો ઉતારો ત્યાં જ રાખવો.
પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઈચ્છનીય છે.
કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો વડોદરા ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.
ઉતારા માટે હોટલ બુકિંગની વ્યવસ્થા:
જે હરિભક્તો હોટલમાં રૂમ બુક કરાવવા ઈચ્છતા હોય, તેમણે મહોત્સવ-સ્થળની નજીક આવેલી હોટલોની વિગત માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરવો. ત્યાંથી હોટલોની માહિતી મેળવ્યા બાદ આપને હોટલ સાથે સીધો વ્યવહાર કરવાનો રહેશે.
ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ
અટલાદરા (વડોદરા) મંદિર ઉતારા ઓફિસ
Phone: +૯૧-૯૯૯૮૯૯૧૦૦૦
Email: utara.mahotsav@in.baps.org
અન્ય સૂચના:
ઉત્સવમાં જરૂર પૂરતો જ સામાન સાથે લાવવો. કીમતી વસ્તુઓ અને વધારે રોકડ રકમ સાથે ન લાવવી. મોબાઈલ ફોન જેવી અનિવાર્ય જણાતી વસ્તુઓ કાળજીપૂર્વક સાચવવી.
મહોત્સવ સ્થળ:
એ.પી.એમ.સી. માર્કેટ પાસે, નેશનલ હાઈવે નંબર – ૪૮, વડોદરા.
રિપોર્ટર કાનજીભાઈ વેકરીયા











