બુધવારે મા આનંદમયી કન્યા વિદ્યાલયમાં જાથાનો જાગૃતિ કાર્યક્રમ
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલયમાં અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ
જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે.
ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.
અમદાવાદ : રાજકોટ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મા આનંદમયી કન્યા વિદ્યાલયમાં છાત્રાઓ, વાલીમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ બુધવાર તા. ૩૧ મી ડિસેમ્બર સવારે ૧૦ કલાકે હાઈસ્કૂલના મેદાનમાં રાખવામાં આવ્યો છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે. સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ ભાઈ દેગામી અને ભારતીબેન દેગામી પ્રયોગ નિદર્શનનો મુખ્ય કાર્યક્રમ આપશે.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. અલ્પનાર્બન ત્રિવેદી, ટ્રસ્ટીઓ, આચાર્યા લીનાબેન ત્રિવેદી, શિક્ષકોની હાજરીમાં કરવામાં આવશે. આ પ્રસંગે સ્મિતાબેન મજેઠીયા, ભગવતીબેન ધાંધલ, મુકેશભાઈ અઘેરા, રાયધનભાઈ ગરચર, શ્રીપાબેન ઉચાટ, શૈક્ષણિક સ્ટાફ હાજર રહેશે.
વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ધૂણવું-સવારી આવવાની ડિંડકલીલા, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, શ્રીફળ ઉપર બેસીને આપોઆપ ફરવું, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી, માથા ઉપર સગડી રાખવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, કપિશાચ વિદ્યાનું ભ્રમ, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા વિગેરેનું નિદર્શન કરી સૌ કોઈને શીખડાવી દેવામાં આવશે.
પ્રયોગમાં જાથાના સિધ્ધાર્થભાઈ દેગામી, અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ, ભારતીબેન દેગામી સહિત કાર્યકરો ભાગ લેવાના છે.
રાજયમાં પોતાના ગામમાં કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
માન. તંત્રીશ્રી.
આપશ્રીના અખબારમાં જાગૃતિ મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











