કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને પ્રાર્થના સાથે કરવામાં આવી. રમતોત્સવને નિહાળવા માટે મુખ્ય મહેમાન ટાટાકંપનીના અધિકારી શ્રી રીનોરાજ સાહેબ,ડી.એ.વી સ્કૂલના આચાર્ય તથા સ્ટાફ
એમ.એચ.એસ.ના આચાર્ય તથા સ્ટાફ, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતાં.
રમતોત્સવનું ઉદ્ધાટન શ્રી રીનોરાજસાહેબના હસ્તે કરવામાં આવ્યું.
રમોત્સવમાં ફલાવર ડ્રીલ, સંગીત ખુરશી, ફાઇન્ડ ધ ફ્રુટ, બેલેન્સીંગ દાંડીયા, જમ્પિંગ જપાક,હીટ ધ બોલ,રસ્સાખેંચ જેવી વિવિધ રમતો યોજાઈ. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની રમતકૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યુ.દર્શકવર્ગે તાળીઓના ગડગડાટથી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.
આ રમતોત્સવમાં માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ વાલીઓ, મહેમાનો અને શિક્ષકો માટે પણ ભિન્ન ભિન્ન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
અંતે વિજેતા વિદ્યાર્થીઓ અને અન્ય વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું. આ વાર્ષિક રમોતોત્સવે વિદ્યાર્થીઓમાં રમતપ્રેમ, શિસ્ત, સહકાર અને આત્મવિશ્વાસ વધાર્યો.
તસ્વીર અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર.











