ગુજરાતના લોકોની આશા અને યુવાનોની પ્રેરણા શ્રી ઇસુદાન ગઢવી નો આજે જન્મદિવસ હોઈ ત્યારે ગુજરાત ભર માંથી તેમના ચાહકો દ્વારા હાર્દિક શુભેચ્છા ઓ આપવામાં આવી રહી છે,
આજે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ગુજરાતના સૌથી લોકપ્રિય પત્રકાર, ઉમદા વ્યક્તિત્વ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, અને પ્રાર્થના ફાઉન્ડેશન ના સંસ્થાપક શ્રી ઇસુદાન ગઢવીનો જન્મદિવસ છે.
શ્રી ઇસુદાન ગઢવીએ પત્રકારત્વના ક્ષેત્રમાં ધન-વૈભવ, માન-સન્માન અને આરામદાયક જીવન છોડીને ગુજરાતના ખેડૂતો, વેપારીઓ, શોષિતો અને વંચિતોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજનીતિના મેદાનમાં પ્રવેશ કર્યો. તેમણે સત્તાની સામે બુલંદ અવાજ ઉઠાવીને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી નામનો એક નવો, પારદર્શક અને જન-કેન્દ્રિત વિકલ્પ આપ્યો.
એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં ઉચ્ચ અભ્યાસ કરેલા શ્રી ઈસુદાનભાઈ ગઢવી આજે કરોડો લોકોની આશા, વિશ્વાસ અને યુવાનોની પ્રેરણા બની ગયા છે. તેમની નિષ્ઠા, સમર્પણ અને નિડરતા ગુજરાતના પરિવર્તનનું પ્રતીક છે,
માં સરસ્વતીના સંતાન તરીકે તેઓ હંમેશા સૌને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે, તેમના કાર્યોમાં વધુ ઊર્જા અને શક્તિ મળે અને રાજકીય સામાજિક ઉજ્વળ કારકિર્દી બને તેવી કામનાઓ કરવામાં આવી હતી…











