Mahir Kalam News

News Website

સીડૉકર ગામે”ઈન્ડિયન બાર એસો.” ની પરીક્ષા પાસ કરનાર ગામના પ્રથમ યુવાન યુસુફભાઈ તવાણી અભિનંદન ને પાત્ર છે: સરપંચ શ્રી બાલુભાઈ મકવાણા.

સીડૉકર ગામે”ઈન્ડિયન બાર એસો.” ની પરીક્ષા પાસ કરનાર ગામના પ્રથમ યુવાન યુસુફભાઈ તવાણી અભિનંદન ને પાત્ર છે: સરપંચ શ્રી બાલુભાઈ મકવાણા.
Views: 80
0 0

Read Time:2 Minute, 36 Second

જાણવા મળતી વિગત મુજબ વેરાવળ તાલુકાના સીડોકર ગામ માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાય છે કે જ્યારે આ ગામના “હાલા” સમાજના યુવાન યુસુફ તવાણીએ “ઇન્ડિયન બાર એસોસિએશન (Indian Bar Association) ની કઠિન પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે. આ સાથે તેઓ સીડોકર ગામમાંથી B.A.L.L.B.ની પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરનાર પ્રથમ વ્યક્તિ છે. યુસુફભાઈ તવાણીની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર સીડોકર ગામ તથા સમાજ માટે ગૌરવ રૂપ છે. તેમની સતત મહેનત,અડગ નિષ્ઠા અને કાયદાકીય ક્ષેત્ર પ્રત્યે ની પ્રતિબદ્ધતાના પરિણામે પ્રાપ્ત થયેલી આ સફળતા આવનારી પેઢી માટે તથા સીડોકર સમસ્ત ગામ માટે પ્રેરણારૂપ બની રહેશે. આ પ્રસંગે સીડોકર ગામના કાનૂની રીતે લડાકુ અને સ્વભાવે શાંતપ્રિય સરપંચશ્રી બાલુભાઈ મકવાણા તથા ગામના ગ્રામજનો તેમજ રવિરાજ ન્યુઝના તંત્રી શ્રી રામજીભાઈ ચાવડા.તથા ગુજરાત રાજ્ય પ્રવાસી પત્રકાર આશિફભાઈ ચૌહાણ.વિપુલ ચાવડા તથા કનુભાઈ ચાંડપા.તથા મુકેશ બગડા તથા વેરાવળ શહેર પત્રકાર શંકરભાઈ ઢાલાણી દ્વારા યુસુફભાઈ તવાણીને અઢળક અભિનંદન આપી રહ્યા છે કે. જો કે યુસુફભાઈની આ સિદ્ધિથી ગામના યુવાનોને શિક્ષણ અને કાયદાકીય ક્ષેત્રે આગળ વધવાની નવી દિશા મળશે જે વાત ને લઈને હાલ ગ્રામજનોમાં અતિ ખુશીનો માહોલ છે અને યુસુફભાઈ તવાણીને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ કોઈ સન્માનિત કરતા ની સાથે શુભકામના ઓ વ્યક્ત કરી રહ્યા છે અને એવા ઉદગારો ઉચ્ચારી રહ્યા છે કે.સીડોકર ગામનો યુવાન આજે સમગ્ર તાલુકાનું ગૌરવ બન્યો છે.અને એક દિવસે

યુસુફ તવાણીથી ઓળખાતો યુવાન હવે “એડવોકેટશ્રી તવાણી સાહેબથી ઓળખાશે”. ટૂંકસાર : જે મહેનત કરે “ખૂબ” એ સિદ્ધિ મેળવે

રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *