મકરસંક્રાંતિ પૂર્વે વંથલી પોલીસની મોટી કાર્યવાહી
પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમ ઝડપાયો
વંથલી મહામહિમ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ પરમાર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશન દ્વારા આગામી મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી તથા નાયલોન/સિંથેટિક કોટિંગવાળી દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
આ બાબતે મહામહિમ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબશ્રીનું જાહેરનામું અમલમાં હોય, જેનો કડક અમલ કરાવવા માટે વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.બી.ગઢવી સાહેબે સ્ટાફને સતત પેટ્રોલિંગ તથા કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી.
તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રકુમાર ડી. હુણ તથા પોલીસ કોન્સ્ટેબલ નિપુણભાઈ ગોવિંદભાઈ સોનારાને ચોક્કસ બાતમી મળેલ કે વંથલી મેઇન બજારમાં આવેલી “કમલેશ પ્લાસ્ટિક” નામની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવે છે.
બાતમીના આધારે પોલીસ ટીમે તરત જ સ્થળ પર જઈ તપાસ કરતા દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ મળી આવતા તેને કબ્જે કરવામાં આવી અને દુકાનના માલિક સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર ૧૧૨૦૩૦૬૮૨૬૦૦૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પકડાયેલ ઇસમની વિગત :
નરેશભાઈ ગોપાલદાસ દુબે સંધી,
ઉંમર : ૩૭ વર્ષ
ધંધો : વેપાર
રહે. વંથલી બોરડીચોરા, તા. વંથલી, જી. જુનાગઢ
કબ્જે કરેલ મુદામાલ :
પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ
કિંમત રૂ. ૬૦૦/- (આંકલિત)
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :
1. પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.બી.ગઢવી
2. પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી નરેન્દ્રકુમાર ડી. હુણ
વંથલી પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કે વેચાણ ન કરે, નહિતર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે…
રિપોર્ટર :- અલ્ફેઝ જેઠવા વંથલી











