CSC બેનર,પોલીસ ક્લિયરન્સ સર્ટિફીકેટ,રેટ ચાર્ટ , રજીસ્ટર,સંચાલકો ના બદલે ઓપરેટ કામ કરતા હોય એવી ક્ષતિઓ જણાય
ગિરસોમનાથ જિલ્લા ના કોડીનાર તાલુકામાં ગોલ કોમ્પ્યુટર ખાતે CSC (કોમન સર્વિસ સેન્ટર) દ્વારા CSC VLE માટે ટ્રેનિંગ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં CSC ગુજરાતના હેડ જયેશ ભાનુશાલી અને સ્ટેટ મેનેજર વિશાલભાઈ નાગર દ્વારા CSC સંચાલકો ને CSC દ્વારા ઓનલાઈન નાગરિકો ને આપવામાં આવતી સરકારી અને અર્ધ સરકારી યોજનાઓ માહિતી અને સાથે સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવેલ CSC બેનર,પોલીસ ક્લિયરન્સ,સર્વિસ ચાર્જ ચાર્ટ,રજીસ્ટર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા
સાથે CSC ગિરસોમનાથ જિલ્લામાં મેનેજર મનુ સોલંકી અને રણજીત જાદવ ના જણાવ્યા મુજબ ગિરસોમનાથ જિલ્લામાં ડિજિટલ સેવાઓ આપતા 1000 થી વધુ કોમન સર્વિસ સેન્ટર( CSC ) કાર્યરત છે જો કે છેલ્લા કેટલાક સમયથી થતી ફરિયાદો અને આંતરિક તપાસના આધારે ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક CSC સેન્ટર પર નિયમોનું યોગ્ય પાલન થતું હતું ખાસ કરી ને CSC સેન્ટર નું બેનર,પોલીસ ક્લિયરન્સ સર્ટિફીકેટ,રેટ ચાર્ટ , રજીસ્ટર જેવું ના હોવું અને સંચાલકો ના બદલે ઓપરેટ કામ કરતા હોય એવા 26 જેટલા કોમન સર્વિસ સેન્ટર( CSC ) ના ID BLOCK કરવામાં આવ્યા છે.
આ બાબતે તેમની સામે આ ઝુબેશ સતત ચાલુ રખાશે.આ ઉપરાંત CSC સંચાલકો માટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવી છે. દરેક સંચાલકે પોતાના સેન્ટર પર CSC નું બેનર લાગવાનું રેહશે,ગ્રાહકો જોઈ
શકે તેવું સર્વિસ ચાર્ટ લિસ્ટ બોર્ડ મુકવું પડશે.સૌથી મહત્વની બાબત એ છે કે દરેક CSC સંચાલક પાસે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે.જો કોઈ સંચાલક આ નિયમોનું ભંગ કરશે તો તેમનું CSC ID પણ બ્લોક કરી દેવાશે. જયારે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે છેતરપિંડી કે અનિયમિતતા ચલાવી લેવાશે નહિ અને જરૂર પડે તો CSC સંચાલક સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા મેનેજર એ ઉમેર્યું હતું
રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર











