Mahir Kalam News

News Website

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી / રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી / રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
Views: 81
0 0

Read Time:1 Minute, 57 Second

કોડીનાર ખાતે જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી તથા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે “સશક્ત યુવા અને નશામુક્ત ભારત” વિષય પર લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન દિશા કમ વિકાસ ડે કેર સેન્ટર, કોડીનાર ખાતે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વ્યસન મુક્તિ વિષય પર તનવીરભાઈ ચાવડાએ યુવાનોને નશાના દુષ્પરિણામો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને નશામુક્ત જીવન તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાથે સાથે યુવા જાગૃતિ વિષય પર આરીફભાઈ ચાવડાએ સ્વામી વિવેકાનંદજીના વિચારોને આધારે યુવાનોને આત્મવિશ્વાસ, સંકલ્પ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનવા માટે પ્રેરિત કર્યા હતા

વક્તાઓએ જણાવ્યું હતું કે સશક્ત અને સંવેદનશીલ યુવા શક્તિ દ્વારા જ નશામુક્ત અને સુશિક્ષિત ભારતનું નિર્માણ શક્ય છે. કાર્યક્રમ દરમિયાન યુવાનો તથા ઉપસ્થિત સૌએ નશામુક્ત જીવન અપનાવવાનો સંકલ્પ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવનદીપ ટ્રસ્ટના તમામ કર્મચારીઓ તથા સહયોગીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંતે સંસ્થા પરિવાર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *