કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો એ સરકારમાં કરી હતી ભલામણ
રાણાવાવ તાલુકા સહીત ઘેડ પંથક ના ખેડૂતોમાં ખુશીનો માહોલ
સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે ભાદર ડેમ અને ખીરસરા ડેમ માંથી પાણી છોડવામાં આવશે જે બાબતે કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો એ સરકારમાં ભલામણ કરી હતી જે અનુસંધાને ખેડૂતો ના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી રાણાવાવ તાલુકા સહીત ઘેડ પંથક ના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યકક્ષા ના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલને ગુજરાત ના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી , પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ,ગોપાલભાઈ કોઠારી અને ગોપાલભાઈ ભાદરખા વગેરે એ પાણી છોડવા માટે ભલામણ કરી હતી, જે અનુસંધાને પાણી છોડવામાં આવશે જેથી ખેડૂતો ને ખેતી માટે પૂરતો લાભ મળી રહેશે. આ વિસ્તારના ખેડૂતો એ કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમ માંથી પાણી છોડાવવા માટે નિયત ફી ભરવી પડતી હોય છે પરંતુ સરકારશ્રી દ્વારા વિનામૂલ્ય પાણી છોડી ને ખેડૂતો ના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે.











