ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ગુજરાત રાજય સંગીત અને નાટ્ય અકાદમી દ્વારા જૂનાગઢ માં આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે મેદસ્વિતા મુક્ત જીવન ના સંકલ્પ માટે અને મેદસ્વિતા નિવારણ અંગે ની જન જાગૃતિ ડાયરો યોજાયો હતો.
આ કાર્યક્રમ માં સુજલ કાપડી અને તેમની ટીમ એ ભજન, લોક ગીત, ગરબા અને લોક સાહિત્ય રજુ કર્યુ હતું. પોરબંદર ના ત્રિલોક કુમાર ઠાકર એ મેદસ્વિતા નિવારણ અંગે ઉપયોગી માહિતી આપી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નોબલ યુનિવર્સિટી ના પ્રતિક્ષા ગુરવ અને તેમની યુનિવર્સિટી ના સ્ટાફ, સ્વપ્ન યુવા વિકાસ મંડળ ના પ્રમુખ હર્ષદ વાજા અને તેમની સંસ્થા ના સભ્યો એ ખૂબ જહેમત ઉઠાવવી હતી
નોબલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગીરીશભાઈ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, કો-મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કે. ડી. પંડ્યા, પ્રોવોસ્ટ ડો. એચ. એન. ખેર, અને રજીસ્ટાર ડો. જય તલાટી દ્વારા કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર – અલ્ફેઝ જેઠવા વંથલી











