કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને તથાગત તેમજ ડો.બાબાસાહેબ આંબેડકર ના તૈલી ચિત્રને મહેમાનો દ્વારા પૂષ્પ અર્પણ કરી ભન્તે પ્રજ્ઞારત્ન થેરો દ્વારા ત્રીશરણ પંચશીલ આપવામાં આપેલ.
કાર્યક્રમની શરૂઆત સંઘના પ્રમુખ રાજેન્દ્રભાઇ જાદવ દ્વારા રૂપરેખા રજૂ કરવામાં આવેલ તેમજ મહેમાનોનું શબ્દોથી સ્વાગત વજુભાઇ સોસા સાથે-સાથે સંઘના સભ્યોએ પુષ્પ તેમજ સંવિધાનની પ્રત અને શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવેલ.
આ ત્રિરત્ન સમારોહમાં શૈક્ષણિક તેમજ વહીવટી માર્ગદર્શન ભુપતભાઇ ચાવડાએ આપવામાં આવ્યું તેમજ સંઘનું આગામી વિઝન મિશનની વાત પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવી હતી
કાર્યક્રમમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રાન્ટેડ શાળાના આ વર્ષે નિવૃત્ત થયેલા, આચાર્ય તરીકે નવનિયુક્ત
થયેલાં,જૂના શિક્ષક તરીકે ફેરબદલી કરીને આવેલા અને શિક્ષણ સહાયક તરીકે નવનિયુક્ત થયેલાં કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર, સંવિધાનની પ્રત તેમજ શાલ ઓઢાડી સન્માન સાથે અભિવાદન કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપીને આવેલા ભન્તે પ્રજ્ઞારત્ન થેરો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી-જૂનાગઢનો સ્ટાફ, ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લો જૂનાગઢના પ્રમુખ વેજાભાઇ પીઠીયા, નિવૃત પી.આઇ.વિરમભાઇ પરમાર તેમજ શિકાટ્રા પ્રમુખ હરસુખભાઇ ગોહિલે હાજરી આપી હતી.
કાર્યક્રમનું સફળ અને સંપૂર્ણ સંચાલન વજુભાઈ તેમજ ભુપતભાઇએ કરેલ.
કાર્યક્રમની આભારવિધિ અનિલભાઇ વાળાએ કરેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સંઘના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.અહેવાલ ભીમજીભાઈ ભજગોતર ગીર સોમનાથ











