Mahir Kalam News

News Website

સોમવારે રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થશે

સોમવારે રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થશે
Views: 169
0 0

Read Time:3 Minute, 59 Second

વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ ઉપક્રમે સોમવારે ૭૭ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

રાજમાર્ગો ઉપર રાષ્ટ્રીય એકતા રેલી -મશાલ સરઘસ નીકળશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે છાત્ર-છાત્રાઓને ઈનામો અપાશે.

મહાદેવધામમાં ધ્વજવંદન સાથે વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

વોર્ડ નં. ૧૦ ના નગરસેવકો, પ્રભારી, હોદ્દેદારો હાજરી આપશે.

અમદાવાદ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૭૭ માં પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, વિવિધ સ્પર્ધાઓ, વેશભૂષા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર સવારે ૯ કલાકે ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે જીવનનગરમાં સતત ૪૫ માં વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થશે. જેમાં રાજમાર્ગો ઉપર રેલીમાં દેશપ્રેમ-દેશદાઝના સુત્રોચ્ચાર, વેશભૂષા સાથે છાત્ર-છાત્રાઓ, વાલી, રહીશો નીકળી પર્વની ઉજવણી કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્પર્ધાના વિજેતાઓને ઈનામો આપવામાં આવશે.

મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ સુશોભન, રંગોળી, શૌર્યગીત, વેશભૂષા સહિત કાર્યક્રમોની તૈયારી કરશે. અનિલ જ્ઞાન મંદિરના છાત્ર-છાત્રાઓ રેલીમાં ભાગ લેવાના છે.

ધ્વજવંદન સમારોહમાં વોર્ડ નં. ૧૦ ના નગરસેવકો નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડિયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ ભોરણીયા, પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી અનિરૂદ્ધભાઈ મૈયાત્રા, મનીષભાઈ ડેડકીયા, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, અશ્વિનભાઈ કોરાટ, મહેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિપુલ પંડયા, ઉપરાંત આગેવાનોમાં કેતનભાઈ મકવાણા, ભાવેશ બુંદેલા, દર્શિત જોષી, ડૉ. આશિષ મકવાણા, શ્યામભાઈ ડાભી, રત્નદિપસિંહ જાડેજા, વિનોદરાય ભટ્ટ હાજરી આપશે.

પર્વની તૈયારી સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, ડો. તેજસ ચોકસી, પાર્થ ગોહેલ, વિજયભાઈ જોબનપુત્રા, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પંકજભાઈ મહેતા, વિનુભાઈ ભટ્ટ, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, ભારતીબેન રાવલ, કિર્તીબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, રહીશો જહેમત ઉઠાવી રહ્યા છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં પ્રજાસત્તાક પર્વની મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મોકલેલ છે જે વિદીત થાય.

જીવનનગર વિકાસ સમિતિ

દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *