રાજકોટ, (યાસીન દોઢિયા)
તા. ૨૨-૧- ૨૦૨૬
સુમરા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા:- 25-01-2026, રવિવારના રોજ મહંમદીબાગ પાછળ, વાવડી ખાતે સમાજના સર્વાંગી વિકાસ અને સેવાભાવના ઉદ્દેશ્ય સાથે સુમરા સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન અંતર્ગત સમાજ માટે મહત્વપૂર્ણ સેવાકીય પહેલ રૂપે “હોસ્પિટલ સંગે બુનિયાદ” તથા “ન્યાજે ગૌષે આજમ દસ્તગીર” રાખવામાં આવેલ છે.
સુમરા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને સેવાભાવના ઉદ્દેશ્ય સાથે સુમરા સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન અંતર્ગત સમાજ માટે મહત્વપૂર્ણ સેવાકીય પહેલ રૂપે “હોસ્પિટલ સંગે બુનિયાદ” તથા સેવા કાર્યનો શુભ આરંભ કરવામાં આવશે.
ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજના દરેક વ્યક્તિને વધુમાં વધુ જોડીને એકતા, સહકાર તથા વિકાસની ભાવના મજબૂત કરવી એ આ મહાસંમેલનનું મુખ્ય ધ્યેય છે. સાથે સાથે સમાજના જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવા, માર્ગદર્શન અને સહાય મળી રહે તે માટે ટ્રસ્ટ દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ આગળ વધારવામાં આવશે.
આ મહાસંમેલન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ ભાઈઓ-બહેનો અને સ્થાનિક જનતાને મહાસંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જાહેર અપીલ કરવામાં આવી છે.
સ્થળ: મહંદીબાગ પાછળ, વાવડી, રાજકોટ
નિમંત્રક: સુમરા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ
રિપોર્ટર યાસીન દોઢિયા











