Mahir Kalam News

News Website

કોડીનાર ખાતે અલ મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ શાદી સમારોહ યોજાયો

કોડીનાર ખાતે અલ મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ શાદી સમારોહ યોજાયો
Views: 186
0 0

Read Time:3 Minute, 32 Second

૨૧ દુલ્હા દુલ્હનો એ નિકાહ પઢી લગ્ન જીવનની શરૂઆત કરી

કોડીનાર ખાતે આવેલ અલમસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ્ઠો સમૂહ શાદી સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ સમૂહ શાદી સમારોહમાં કુલ ૨૧ જોડાંઓએ નિકાહ પઢી પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.સમૂહ શાદી સમારોહની શરૂઆત કુરાન શરીફ ની તિલાવત થી કરવામાં આવ્યા બાદ તમામ જોડાંઓના નિકાહ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત વકફ બોર્ડ ના સભ્ય અને કોડીનારના મુસ્લિમ અગ્રણી જીશાનભાઈ નકવી એ અલ મસ્તાન ટ્રસ્ટ ની કામગીરી ને

બિરદાવી સમાજ માં શિક્ષણ બહુ જરૂરી હોય હવે એજયુકેશન વધારવા ધ્યાન આપવા જણાવી મુસ્લિમ સમાજ માં ખ.ઉ. ડ્રગ્સ સહિત ના વ્યસનો ના વધતા દૂષણ સામે ચિંતા વ્યક્ત કરી સમાજ ને વ્યસન મુક્ત સમાજ બનાવવા અપીલ કરી હતી. તેમજ કોડીનાર ના અગ્રણી આગેવાન અને પૂર્વ પ્રિન્સીપાલ મનુભાઈ મેરે પણ પોતાના પ્રવચન માં સમાજ ને આગળ લાવવા અને પરિવર્તન માટે શિક્ષણ જ એકમાત્ર વિકલ્પ હોવાનું જણાવી મુસ્લિમ સમાજ ને શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી.

સમૂહ શાદી માં દરેક નવદંપતીને ઘરવખરીનો સામાન કપડાં, બેડ, ગાદલા, પંખા, વાસણો સહિત કુલ ૮૭ જેટલી જીવન જરૂરી તમામ સામગ્રી ભેટરૂપે આપવામાં આવી હતી.સમારોહ ના અંતે

ખાસ દુવાઓ કરી તમામ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.

સમૂહ શાદી સમારોહને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ મોહસીન ખાન, મહામંત્રી અને પત્રકાર રહીશ બાનવા, હનીફભાઈ સોરઠીયા, રજાકભાઈ ચૌહાણ, રિઝવાન બૈહરુની, રહીમ સુમરા, અલારખાભાઈ શેખ, જુબેર શેખ, તથા તમામ સભ્યો, સ્વયંસેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમ માં જુનાગઢ ગીર સોમનાથના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડીનાર નગરપાલિકા ના પ્રમુખ એહસાનભાઈ નકવી, ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી,મનુભાઈ મેર,ગુજરાત ઘાંચી સમાજ ના પ્રમુખ યુસુફભાઈ તવકકલ, રફીકભાઈ કચ્છી આર.કે., યાકુબ બાપુ નાલિયા માંડવી,સિદ્દીકભાઈ કુરેશી ઉમરસાહ, બાપુ નવાબંદર, સમીરભાઈ રોનક બ્યુટી, હાજી રફીકભાઈ જુણેજા, મોઈન ખાન જમાદાર, એહમદભાઈ બેલીમ,માહિર ખાન,વગેરે અગ્રણી આગેવાનો,મેહમાનો સહિત મોટી સંખ્યા લોકો હાજર રહ્યા હતા.

રિપોર્ટ રહિશ બાનવા કોડીનાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *