જુનાગઢ ખાતે આવેલ નેહરુ યુવા કેન્દ્રા (માય ભારત), જુનાગઢ ની કચેરી દ્રારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જ્યંતિ ની ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા ના કાર્યક્રમ નું આયોજન કે. જે. નર્સિંગ સ્કૂલ અને સ્વપ્ન એન.જી.ઓ. ના સહયોગ થી કે. જે. નર્સિંગ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે કરવા માં આવ્યું હતું.
અહીં અભ્યાસ કરતા બી.એસ.સી. નર્સિંગ, એ.એન.એમ. અને જી.એન.એમ. ના વિધાર્થીઓ ભાઈઓ અને બેહનો એ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને દેશભક્તિ વિષે પોતા ના વિચારો રજુ કર્યો હતા. વિજેતા યુવાઓ ને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવા માં આવ્યા હતા.
સ્વપ્ન યુવા વિકાસ મંડળ ના પ્રમુખ હર્ષદ વાજા એ એન.વાય. કે. (માય ભારત) વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કે. જે. નર્સિંગ સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી રમણીક સવસાણી સાહેબ અને તેમની સ્ટાફ, નેહરુ યુવા કેન્દ્રા (માય ભારત ના સ્ટાફ, અને સ્વપ્ન યુવા વિકાસ મંડળ ના સભ્યો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવી હતી..
રિપોર્ટર -અલ્ફેઝ જેઠવા વંથલી











