Mahir Kalam News

News Website

રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન

રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન
Views: 102
0 0

Read Time:7 Minute, 14 Second

દેશમાંથી જાતિવાદ-કોમવાદને જાકારો આપીએ… વિજ્ઞાન જાથા

નગરસેવક નિરૂભા વાઘેલા હસ્તે ધ્વજવંદન. રાષ્ટ્રીય એકતા રેલી સંપન્ન.

જીવનનગર સમિતિએ ૪૫ મા વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી.

દેશની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ… જયંત પંડયા.

૭૭ મા પ્રજાસત્તાક પર્વમાં ધ્વજવંદન સહિત અનેકવિધ કાર્યક્રમો સફળતાથી સંપન્ન.

રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જીવનનગરમાં સતત ૪૫ મા વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી. દેશમાંથી જાતિવાદ-કોમવાદને જાકારો આપવા આહવાન થયું હતું. રાષ્ટ્રીય એકતા રેલીએ રાજમાર્ગો ઉપર જબરૂ આકર્ષણ ઉભું કર્યું હતું.

નગરસેવક નિરૂભા વાઘેલાએ રાષ્ટ્રીવ ધ્વજ ફરકાવી રાજય-કેન્દ્ર સરકારના લોકાભિમુખ કાર્યોની વિગત આપી હતી. નાગરિક ધર્મ બજાવીને રાષ્ટ્રીય પર્વમાં ભાગ લેવો ગર્વની વાત છે. રાજયમાં એકમાત્ર જીવનનગરના રહીશો સતત ૪૫ વર્ષથી પર્વની ઉજવણી કરે છે તે સિમાચિન્હ છે.

રાષ્ટ્રીય એકતા રેલીમા વોર્ડ નં. ૧૦ ના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, મહામંત્રી અનિરૂધ્ધભાઈ મિયાત્રા, મનિષભાઈ દેડકીયા, મંત્રી વિપુલભાઈ પંડયા, કેતનભાઈ મકવાણા, ભાવેશભાઈ બુંદેલા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, શ્યામભાઈ ડાભી, મુકેશભાઈ પોપટ, નગરસેવક નિરૂભા વાઘેલા, ભા.જ.૫.ના હોદ્દેદારો જોડાયા હતા. તેમણે સમિતિના કાર્યોની પ્રશંસા કરી હતી.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ પર્વ નિમિત્તે માહિતી આપતા જણાવ્યું કે ૮૦,૦૦0 શબ્દોના બંધારણને ઘડતા બે વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા. બંધારણ કાયમ માટે અમલમાં રહી શકે તેવું છે. દેશની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણથી જ થાય છે. લોકો તર્કને પ્રાધાન્ય આપે, વાસ્તવવાદ અને પુરૂષાર્થવાદી બને તો જ માનવ જાતનું કલ્યાણ થવાનું છે. દરેક નાગરિકમાં રાષ્ટ્ર ભાવના કેળવવા માટે પર્વની ઉજવણીમાં ભાગ લેવો જરૂરી છે. અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્ર-છાત્રાઓએ રેલીમાં ભાગ લઈ ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શૌર્યગીત, વેશભૂષા, એકપાત્રિય અભિનય સહિતના કાર્યક્રમોએ રહીશોના મન જીતી લીધા હતા. આચાર્યા છાયાબેન દવેનો આભાર માન્યો હતો.મહિલા મંડળના પ્રમુખ સુનિતાબેન વ્યાસએ આગામી મહાશિવરાત્રી, હોલિકા અને ધુળેટી પર્વની વિગત આપી સામુહિક કાર્યક્રમમાં જોડાવવા અપીલ કરી હતી. તેમણે તા. ૧૫ મી ફેબ્રુઆરી, રવિવારે બપોરે ૧૨-૦૦ કલાકે મહાદેવધામમાં સામુહિક ફરાળમાં ભાગ લેવા જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવપરા અને બ્રહ્મસમાજના રહીશોને આમંત્રણ પાઠવ્યું હતું. પોતાની ટીમની મહિલાઓને કામની સોંપણી કરી હતી.

સહવ્યવસ્થાપક વિનોદરાય ભટ્ટ અને પાર્થ ગોહેલએ રાષ્ટ્રીય પર્વમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રેલીમાં વ્યવસ્થા જળવાય તે માટે છાત્ર-છાત્રાઓને દેશપ્રેમના સુત્રોનું વિતરણ કર્યું હતું. મહિલા મંડળના હર્ષાબેન પંડયા વકીલ, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભકિતબેન ખખ્ખર, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, કિર્તીબેન કગથરા, સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા સહિત મહિલા મંડળના સદસ્યોએ લોકોને મીઠાઈ વિતરણ કર્યું હતું.

રહીશો અને વિવિધ સ્પર્ધાના વિજેતા છાત્ર-છાત્રાઓને ઈનામ વિતરણ જાથાના ચેરમેન જયંતભાઈ પંડયાએ કર્યું હતું. ૬૫ છાત્રાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

અનિલ જ્ઞાન મંદિરના આચાર્યા છાયાબેન દવે, આરતીબેન ત્રિવેદી, જાગૃતિબેન ગોહેલ, મિરલબેન ડોરી, દિપ્તીબેન જોષી, ચંદ્રિકાબેન મારવાડા, દિપ્તીબેન સંચાણીયા, આશાબેન ચિરોડિયા, નિરાલીબેન ભરડવા, સંદિપભાઈ પાગડા, ધવલભાઈ પટેલ, સચિનભાઈ પટેલ, કિર્તીભાઈ વિશ્વકર્મા, અતુફાબેન સિપાઈ, આતિકાબેન સિપાઈ, જયાબેન ચિરોડિયા, સ્મિતાબેન ભટ્ટ, કિરણબેન મોદી, શિતલબેન બલદેવ, દિપ્તીબેન જોષી, રશ્મિબેન ગોહેલ, રાજેશ્વરીબેન ચૌહાણ, જયશ્રીબેન સોની વગેરેએ રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વ્યવસ્થા સંભાળી હતી.

સમિતિના મુકેશભાઈ પોપટ, વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, પંકજભાઈ મહેતા, મીતુલભાઈ બિહારી, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી વગેરે વ્યવસ્થામાં મદદરૂપ થયા હતા. કાર્યક્રમનું સંચાલન નેહાબેન મહેતાએ કર્યું હતું.

ફોટો તસ્વીર ઃ વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગરમાં ૭૭ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ધ્વજવંદન, રેલી, સન્માન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નજરે પડે છે. નગરસેવક નિરૂભા વાઘેલા હસ્તે ધ્વજવંદન, બાજુમાં જયંત પંડયા, રઘુભાઈ ધોળકીયા દ્રષ્ટિપાત થાય છે.

માન. તંત્રીશ્રી

ઉપરોકત મેટર વિગતવાર ફોટા સાથે પ્રસિદ્ધ કરવા નમ્ર પ્રાર્થના. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે.

જીવનનગર વિકાસ સમિતિ

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *