તારીખ 27/01/2026 નાં રોજ લુણાવાડા નગરપાલિકા કચેરી ખાતે ચૂંટણી પંચ દ્વારા વોર્ડ નં 2 અને વોર્ડ નં 3 નાં અમુક મતદારોને Logical Discrepancy અને Incorrect matching મતદારયાદી નાં સંદર્ભમાં જે નોટિસ આપવામાં આવી હતી
જેમાં વધુ સંખ્યામાં મતદારો પોતાના ડોક્યુમેન્ટ લઈને ઉપસ્થિત રહ્યા હતાં જેમાં અરજદારો વધુ હતાં અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ જમા કરવા વાળા કર્મચારીઓ ઓછાં હતાં અને મતદારોને આ બાબતે ઘણી તકલીફો અને મુશ્કેલી ઉભી થતી હતી
તેથી બધા સામાજીક કાર્યકર્તાઓ જાવીદ ભાઈ મકરાણી, નઈમ ભાઈ શેખ અને જાફર અરબ આ બાબતે લુણાવાડા નગરપાલિકા ચીફ ઓફિસર ને મૌખિક રજુઆત કરી અને હાજી ઈદરીશ.ભાઈ સુરતી (પૂર્વ કાઉન્સિલર વોર્ડ નં 3) નાં પ્રયાસોના કારણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું એક અલગથી કાઉન્ટર નગરપાલિકા નાં મેડા ઉપર લગાડવામાં આવ્યો જેથી મતદારોની ભીડ હળવી બની અને એમને પડતી મુશ્કેલીનો ઉકેલ આવ્યો તેમજ વોર્ડ નં 2 તેમજ વોર્ડ નં 3 નાં મતદારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મદદરૂપ થવા સવારથી લઈ સાંજ સુધી બધા હાજર રહ્યા હતાં.
બ્યુરો ચીફ પઠાણ ઈરફાન ખાન











