આજરોજ તા. 26/01/2026 ના રોજ પી. એમ . શ્રી બ્રાન્ચ શાળા નં.૯, સાવરકુંડલા દ્વારા માતૃભૂમિ પ્રત્યેની રાષ્ટ્રભક્તિ ને અનન્ય રીતે પ્રગટ કરતો ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં S.M.C સભ્યો, આમંત્રિત આગેવાનો, વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિના લીધે કાર્યક્રમ વધુ ઉર્જાવાન બન્યો હતોકાર્યક્રમના શુભારંભ માં ભારત માતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતું રાષ્ટ્રગાન ગાઈને શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચેલ દીકરીઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં આમંત્રિત મહેમાનો પણ સામેલ થયા હતા. રાષ્ટ્રગીતના ગુંજન દ્વારા શાળા નું પટાંગણ રાષ્ટ્ર ભાવથી ગુંજી ઉઠ્યું હતું. શાળાના શિક્ષક દ્વારા સમૂહમાં નારા બોલવામાં આવેલ .નારાનો નાદ પણ ભારત માતા પ્રત્યેની અસીમ લાગણી પ્રગટ કરતું હતું
રાષ્ટ્રધ્વજ ને સલામી આપ્યા બાદ 77 માં ગણતંત્ર દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં માતા સરસ્વતીની વંદના કર્યા બાદ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપરાંત તમામ મહેમાનોનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પણ સ્વાગત કરવામાં આવ્યું. શાળામાં નવા આવેલ શિક્ષકોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું. અને વિદાય લેનાર શિક્ષકશ્રીનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો આપી ભાવભરી વિદાય સાથે પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
શાળામાં થયેલ વિવિધ પ્રવૃત્તિઓ અને લેવાયેલ વિવિધ પરીક્ષાઓમાં સફળ થયેલ વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જેમાં ખેલ મહાકુંભમાં ખો- ખો ની રમતમાં શાળામાંથી જિલ્લા કક્ષા સુધી ગયેલ વિદ્યાર્થીને સન્માન પત્ર ,રંગોત્સવ સ્પર્ધામાં નંબર આવેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અને મેડલ, ગણિત અને સામાજિક વિજ્ઞાન ક્વિઝમાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેના દ્વારા વાલીઓને શાળા પરિવાર તરફથી થતા વિવિધ કાર્યોનો ખ્યાલ આવ્યો હતો અને તેના દ્વારા બાળકોને મળતા અભ્યાસમાં ખૂબ જ સંતોષ પ્રગટ થયો હતો.
ત્યારબાદ પ્રજાસત્તાક દિન અંતર્ગત શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓના ખૂબ જ થનગનાટ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેમાં બાલવાટિકા થી લઈ ધોરણ -8 સુધીના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓ દ્વારા બાળકોએ માતૃભૂમિ પ્રત્યે પોતાનો રાષ્ટ્ર પ્રેમ રજૂ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી દ્વારા શાળા વિકાસ અને શાળામાં થતી પ્રવૃત્તિઓ વિશેની વાત પણ રજૂ થઈ હતી. આ ઉપરાંત ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા પણ શાળાના વિકાસ માટે ખૂબ જ મજબૂત ટેકો મળ્યો હતો. બાળકોની પ્રગતિને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુથી મહેમાનો દ્વારા પણ શાળાને ભેટ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે દરેકના હૈયે રાષ્ટ્ર ભક્તિનો આનંદ છવાયેલો હતો. ટૂંકમાં, કહીએ તો દરેકના સાથ અને સહકારથી કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સફળ રીતે પૂર્ણ થયો હતો.
ભારત માતાકી જય
વંદે માતરમ
બ્યુરો ચીફ રજાકભાઈ ઝાખરા સાવરકુંઙલા











