Read Time:1 Minute, 54 Second
તેમના અથાગ પ્રયત્નો થી સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે આખરે કાર્ડિયોલોજી વિભાગની કામગીરી શરૂ કરવામાં આવેલ અને હવે પ્રથમ ફેજ સર્જરી તરફ એક કદમ આગળ ધપાવીને એંજિયોપ્લાસ્ટી (સ્ટેન્ડ) બેસાડવાનો પ્રારંભ થયો છે ગુરુવારે પ્રથમ સફળ એંજિયોપ્લાસ્ટી થઈ છે અને બીજા દિવસે શુક્રવારે પણ બીજા એક દર્દીની એંજિયોપ્લાસ્ટી (સ્ટેન્ડ) બેસાડવાની સફળ સર્જરી કરવામાં આવી છે
રાજકોટ કે સૌરાષ્ટ્ર ભર માથી હદયને લગતા દર્દીઓને કા તો ખાનગી હોસ્પિટલમાં ના છૂટકે નાણાં ખર્ચીને સારવારથી લઈ સર્જરી કરાવવી પડતી હતી અથવા તો અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એંડ રિચર્સ સેન્ટર પર સારવાર સર્જરી માટે જવું પડતું હતું. પરંતુ હવે આ ડો.યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એંડ રિચર્સ સેન્ટર શરૂ થવાથી આશાનું કિરણ બન્યું છે.આ તકે રાજકોટ સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેશભાઈ ચાવડા અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી પરષોતમભાઈ રૂપાલા સાહેબ દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર દેવ ટંકારીયા રાજકોટ











