રવિવારે સવારે ૪ કલાકે ભસ્મ આરતી સહિત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ.
પ્રતિ વર્ષની જેમ રહીશો માટે ફરાળનું આયોજન.
રૂદ્રાભિષેક, સત્સંગ, પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો યોજાશે.
વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવશે.
અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે તા. ૧૫ મી ફેબ્રુઆરી, રવિવારના રોજ મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો, બપોરના ૧૨ કલાકે સામુહિક ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રા, સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે રવિવાર તા. ૧૫ મી ફેબ્રુઆરીએ શિવરાત્રિ મહોત્સવ અંતર્ગત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સવારે ૪ કલાકે ભસ્મ આરતી, રૂદ્રાભિષેક, પૂજન-અર્ચન, દિપમાલા, મહાઆરતી ભાવપૂર્વક કરવામાં આવશે. શિવ ગર્ભગૃહમાં કોઈપણ શ્રદ્ધાળુ પૂજા-પાઠ, અનુષ્ઠાન કરી શકશે. ધોતીયું-મુગટો પહેરીને શ્રદ્ધાળુ ભાગ લે તેવો આગ્રહ છે. મંદિરને શણગારવામાં આવશે. રાત્રિના ૧૨ કલાકે મહાઆરતીની વિધિ-વિધાન સાથે સંપન્ન કરવામાં આવશે.
ધાર્મિક કાર્યક્રમોમાં પરોઢે ૨ કલાકે અભિષેક, ૪ કલાકે ભસ્મ આરતી, ૫ કલાકે આરતી ફુલનો શણગાર, ૬-૩૦ કલાકે નિયમિત આરતી, બપોરે ૧૨ કલાકે મહાઆરતી, દિપમાલા અને સામુહિક ફરાળ, બપોરે ૧-૩૦ કલાકે શણગાર, સાંજે ૬-૩૦ કલાકે નિયમિત આરતી, રાત્રિના ૯-૦૦ કલાકે આરતી, રાત્રિના ૧૨-૦૦ કલાકે મહાઆરતી, અભિષેક, દિપમાલા, સવારના ૩ કલાકે આરતી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રા અને વિનોદરાય ભટ્ટએ જણાવ્યું કે જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમીપાર્ક આસપાસના રહીશો સામુહિક ફરાળમાં ભાગ લઈ શકશે. મંદિરના શ્રદ્ધાળુઓ પ્રતિ વર્ષ હાજરી આપે છે. ત્રિપર્વ આરતી, રૂદ્રાભિષેક, પ્રભાત ફેરી, મંદિરનું સુશોભન, શણગારથી સજ્જ કરી શિવમય વાતાવરણ ઉભું કરવામાં આવશે. રૈયા રોડ ઉપરનું માનવતાવાદી માનવ મંદિર સાબિત થયું છે. પ્રત્યેક શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાનમાં લેવામાં આવશે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટે ધાર્મિક કાર્યક્રમોની જવાબદારીમાં સત્સંગ, મહાઆરતી, દિપમાલા માટે વ્યવસ્થા સંભાળશે. ભાંગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. રૂદ્રીના પાઠ, સ્તવન, પૂજન શ્રદ્ધાળુ પોતે કરી શકે તેવી બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિરને એલ.ઈ.ડી. લાઈટથી રોશની કરાશે. ફરાળની સમય મર્યાદા બપોરના બે સુધી રાખવામાં આવી છે. આ મંદિરમાં સવિશેષ શ્રદ્ધાળુઓ પરિવાર સાથે આવવાનું પસંદ કરે છે.
શિવરાત્રિ મહોત્સવમાં મેયર નયનાબેન પેઢડિયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા નગરસેવકોનું સન્માન કરશે. પૂજાવિધિમાં શહેર ભાજપના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, પૂર્વમંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટરો જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, શહેર ભા.જ.૫. ના પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ નગરસેવક અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડના પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, વોર્ડના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી રત્નદિપસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી પરેશભાઈ તન્ના, શ્યામભાઈ કટ્ટા, મનીષભાઈ ડેડકીયા, પિયુષભાઈ રાજપરા, દર્શિતભાઈ જોશી, વોર્ડના હોદ્દેદારોમાં કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, ભાવેશભાઈ બુંદેલા હાજરી આપવાના છે.
મંદિરના ધાર્મિક કાર્યક્રમો-પ્રસાદ વિતરણમાં મુકેશભાઈ પોપટ, વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, અંકલેશ ગોહિલ, હસુભાઈ મોડેસરા, જતીન મોડેસરા, રાજેશ મોડેસરા, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, કિર્તીબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર, પલ્લવીબેન વ્યાસ, જયશ્રીબેન મોડેસરા, વાસંતીબેન, વિજયાબેન સહિત શ્રદ્ધાળુઓ ભાગ લેવાના છે.
શિવરાત્રિ મહોત્સવમાં શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી પૂજાવિધિ પૂજારી પ્રવિણભાઈ જોષી કરાવશે. મંદિર તરફથી પૂજા વસ્તુ આપવામાં આવશે.
જીવનનગર વિકાસ સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાની દેખરેખ નીચે તમામ આયોજનો માટે સમિતિ બનાવી છે. પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શિવરાત્રિની મુખ્ય કામગીરી વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ઉપરોકત ધાર્મિક મેટર વિગતવાર પ્રસિદ્ધ કરવા વિનંતી. ઈ-મેઈલમાં ફોટા મોકલેલ છે જે વિદીત થાય.
રામેશ્વર મહાદેવ મંદિર વતી
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











