શિવભક્ત યોગિતાબેન વિજયભાઈ જોબનપુત્રાનું અદકેરુ સન્માન થયું.
સવારે ૪ કલાકે ભસ્મ આરતી સહિત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ થયા.
જીવનનગરના કાર્યક્રમોમાં હાજરી આપવી અમારું ગૌરવ…. દંડક મનિષભાઈ રાડિયા.
વોર્ડ નં. ૧૦ ના નગરસેવકોનું બહુમાન થયું. ભા.જ.૫. ના પદાધિકારીઓ, હોદ્દેદારો હાજર રહ્યા.
રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ સમિતિ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રિ મહોત્સવ ધાર્મિક કાર્યક્રમો, સન્માન સાથે સફળતાથી સંપન્ન થયો હતો. ફરાળમાં ૧૨૦૦ શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો. ભા.જ.૫. ના પદાધિકારીઓએ હાજરી આપી હતી.
સન્માન કાર્યક્રમનું ઉદ્દઘાટન મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડિયાએ કરી જણાવ્યું કે જીવનનગરના કાર્યક્રમોમાં હાજરી આપવી અમારું ગૌરવ સમજીએ છીએ. છેલ્લા એક દાયકાથી સામુહિક ફરાળનું આયોજન એકતાનું પ્રતિક છે. જયંત પંડયાના નેતૃત્વનો લાભ રહીશોને મળ્યો છે તે સદ્દભાગ્ય છે.
સન્માન કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડિયા, વોર્ડ નં. ૧૦ ના નગરસેવકો નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ ઉપપ્રમુખ મનિષભાઈ ડેડકીયા, વોર્ડ નં. ૧૦ ના હોદ્દેદારો અનિરૂદ્ધ મિયાત્રા, કેતનભાઈ મકવાણા, વિપુલ પંડયા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, શ્યામ કટ્ટા, ભાવેશ બુંદેલા, દિલીપ ચૌહાણ આગેવાનોએ હાજરી આપી હતી.
વોર્ડ નં. ૧૦ ના નગરસેવકો નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળાએ સન્માનના પ્રત્યુત્તરમાં વર્ષોથી જીવનનગર સમિતિના કાર્યો રાજય-રાષ્ટ્રને સમર્પિત હોય છે. સામાજિક, સેવાકીય, ધાર્મિક સાથે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઉંચી ઉડાન ભરી છે તે માટે અભિનંદન પાઠવીએ છીએ. મહિલા મંડળનો વિશેષ આભાર માન્યો હતો.
શિવભક્ત યોગિતાબેન અને વિજયભાઈ જોબનપુત્રાએ બહુમાનના જવાબમાં અમારે શિવજી સાથે નાતો છે. સમિતિ જવાબદારી સોંપે છે તેથી કામ કરવામાં આનંદ છે. ફરાળ માટે દાતાઓન આભાર માન્યો હતો.
સમિતિના પ્રમુખ-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે છેલ્લા ૪૫ વર્ષથી સમિતિ કાર્યરત છે. રહિશોની એકતાના કારણે સફળતા મળે છે. મંદિરમાં આજ દિન સુધી અંધશ્રદ્ધાનો પ્રવેશ થયો નથી. સૂર્ય-ચંદ્રગ્રહણ વખતે મંદિર બંધ રાખતા નથી ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો, પૂજાવિધિ, આરતીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા નથી, લોકો અવકાશી ઘટનાથી માહિતગાર છે. લોકોની આસ્થાને હંમેશા માન આપવામાં આવે છે.॥ २ ॥
મહાશિવરાત્રિએ સવારે ૪ કલાકે ભસ્મ આરતી, ૫ કલાકે ફૂલનો શણગાર, નિયમિત આરતી, બપોરે ૧૨ કલાકે મહાઆરતી, દિપમાલા, અભિષેક, ભાંગ વિતરણ સાથે સામુહિક ફરાળમાં ૧૨૦૦ શ્રધ્ધાળુઓની હાજરી, સાંજે ૫ કલાકે આખું મંદિર ફૂલોથી સજજ શોભાયમાન, સામુહિક અભિષેક, આરતી રાત્રિના ૧૨ કલાકે દિપમાલા, મહાઆરતી, પ્રસાદ બાદ પરોઢે ધાર્મિક વિધિ-વિધાન સાથે સંપન્ન થયું હતું.
મહિલા મંડળના પ્રમુખ સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, કીર્તિબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર, યોગિતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, નેહાબેન મહેતાએ સવારથી રાત્રિના કાર્યક્રમોનું સંચાલન કરી શ્રધ્ધાળુઓના દિલ જીતી લીધા હતા.
બ્રહ્મ બાલાજી ગ્રુપના કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, શ્યામ કટ્ટા, હિતેષભાઈ પંડયા, અશોકભાઈ વાઘેલા, પ્રતાપભાઈ વાઘેલા, વિનુભાઈ ભટ્ટ, અનંતભાઈ ગોહેલ, દિલીપ ચૌહાણ અને તેની ટીમે ફરાળ વ્યવસ્થા સુપેરે નિભાવી હતી.
સમિતિના અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખભાઈ, જીલ પરમાર, પાર્થ ગોહેલ, રાજુ ચતવાણીએ સુશોભન, શણગાર, રોશની વિગેરેનું સંચાલન સફળતાથી કર્યું હતું. એલ.ઈ.ડી. લાઈટ, મંદિરનું પટ્ટાંગણ માનવ મહેરામણથી ઉમટી પડયું હતું.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટએ આગામી હોળી-ધૂળેટી પર્વ, રામનવમી ત્યૌહારના કાર્યક્રમોની જાહેરાત કરી હતી.
રાજયમાં જીવનનગરનું રામેશ્વર મહાદેવ મંદિર માનવતાનું પ્રતિક જાહેર થયું છે. અનેકવિધ પ્રવૃત્તિઓથી અધિકારીઓ-પદાધિકારીઓમાં સન્માનને પાત્ર થયું છે.
મહાશિવરાત્રિ પર્વ સફળતાથી સંપન્ન સાથે યશકલગી વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, દિલીપ ચૌહાણ, વિનુભાઈ ભટ્ટ અને નેહાબેન મહેતાએ એનાઉન્સીંગ કર્યું હતું.
ફોટો તસ્વીર : રાજકોટ જીવનનગરમાં મહાશિવરાત્રિ પર્વમાં વિવિધ પૂજાવિધિ, આરતી, સન્માન કાર્યક્રમ, ફરાળમાં શ્રધ્ધાળુઓ ઉપરાંત ઉદ્દબોધન કરતા મનિષભાઈ રાડિયા, જયંત પંડયા, નિરૂભા વાઘેલા નેહા મહેતા દ્રષ્ટિપાત થાય છે.
માન. તંત્રીશ્રી
શિવરાત્રિ પર્વની ધાર્મિક મેટર-ફોટા સાથે વિગતે પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં ફોટા-મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર વિકાસ સમિતિ વતી
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











