આ અધિવેશનમાં સૌ પ્રથમ શ્રી જશુભાઈ ભુરીયા દ્વારા રતન મહાલ ના ઇતિહાસની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.ત્યાર બાદ સૌ મંચસ્થ આમંત્રિત રાજસ્થ મહાનુભાવોનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પ્રદેશ,જોન,જિલ્લા અને મહિલા વિંગ ના હોદ્દેદારો નું સ્વાગત કરાયું દૂર દૂર ના જિલ્લાઓમાંથી પત્રકારો કુદરતના ખોળે એકઠા થયા હતા.અને રતનમહાલ અભ્યારણ નો આનંદ માણ્યો હતો.
ધાનપુર તાલુકાની ધીંગી ધરાના ખોળે કંજેટાના રતન મહાલ અભ્યારણના ફોરેસ્ટ કેમ્પના હોલ જાતે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના હોદ્દેદાર પત્રકારો ઉપસ્થિત રહ્યા..
પ્રાપ્ત માહિતીનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ કંજેટાના રતનમહાલ અભ્યારણ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષપણા હેઠળ તારીખ 18/02/2026ના રોજ 10.00 કલાકે યોજાયો હતો.આ કાર્યક્રમમાં સૌપ્રથમ આમંત્રિત મહેમાનો સાથે પ્રદેશ હોદ્દેદારો એ દીપ પ્રગટ્ય કરી જન ગણ મન રાષ્ટ્રગીતની સાથે અધિવેશનની શરૂઆત કરવામાં આવી હતી…
આ અધિવેશન માં આમંત્રિત રાજસ્થ મહેમાનો, આમંત્રિત અધિકારીઓ, આમંત્રિત સમાજ શ્રેષ્ઠીઓ પણ પધાર્યા હતા.જે આ અધિવેશન ના સાક્ષી બન્યા હતા.આ અધિવેશન માં પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ મહિલા વિંગ ના હોદ્દેદારો, ઝોન ના હોદ્દેદારો જિલ્લાના અને તાલુકા હોદેદારો હાજર રહ્યા હતા
આ અધિવેશન માં ભાગ લેનાર દરેક પત્રકાર માટે,ચા નાસ્તો અને ભોજનની જોરદાર વ્યવસ્થા કરવામાં આવી હતી હાજર રહેલ તમામ પત્રકારોને ગિફ્ટની સાથે એક નવી પત્રકારોના પરિવારની ચિંતા નો ઉકેલ રજૂ થયો હતો. તમામ પત્રકારોને 10 લાખનો અકસ્માત વીમો ફ્રીમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા અમુક જિલ્લાઓમાં આપી દીધો છે અને અત્યારે આ ફ્રી વીમા માટે તમામ પત્રકાર ભાઈઓ ફોર્મ ભરીને આપેલા છે. તેમને 15 દિવસમાં વીમા પોલિસી અને ફીની પહોંચ આપવામાં આવશે અને જે બાકી છે તેમણે તાત્કાલિક સંગઠનના પ્રમુખો દ્વારા ફોર્મ ભરીને પહોચતા કરવા સૂચનો કરાયા હતા…
દાહોદ જિલ્લા ની ટીમે કેટલાય દિવસ મહેનત કરી સુંદર આયોજન કુદરતના ખોળે રતન મહાલ રીંછ ના જંગલમાં કર્યું હતું જેમાં 17 તારીખે 6 વાગ્યા પહેલા આવનાર ને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી,6 વાગ્યા પછી આવનાર ને બહાર રસ્તામાં પણ રેસ્ટ હાઉસમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતનું એક માત્ર આ પત્રકારોનું સૌથી મોટું,34 જિલ્લા,252 તાલુકા,12 ઝોન,પ્રદેશ કારોબારી સાથે પ્રદેશ મહિલા ટીમ સાથેનું સંગઠન છે,જેમાં 10 હજાર જેટલા પત્રકારો જોડાયેલા છે.જે પત્રકારો ના પ્રશ્નો માટે સતત લડે છે, સરકાર સમક્ષ રજૂઆતો કરે છે, તેના પરિણામ પણ મળ્યા છે.. *જિલ્લા કક્ષાએ ફોર્મ કલેક્ટ કરી,આઈ કાર્ડ તેમજ વિમાનો લાભ લિસ્ટીંગ કરીને આપવાની વ્યવસ્થા કરેલ હોય જિલ્લા સંગઠન સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે..
આ તકે મહિલા વિંગ ની બહેનોએ કુદરતના ખોળે ગરબાની રમઝટ પણ બોલાવી હતી, આદિવાસી પરંપરા નો ટીમલી ડાન્સ પણ રજૂ કર્યો હતો. સંગઠિત થાઓ એક બનો નેક બનો એક બીજા ના ટાંટિયા ન ખેંચો ના સૂત્રો સાથે ખુબજ ગુજરાતની આગવી શૈલીમાં શબ્દોની છણાવટ સાથે વ્યક્તવ્ય રજૂ થયા હતા.તમામ રાજકીય નેતાઓ ને પણ જણાવ્યું હતું કે પત્રકારોને સાથે અને સહકાર આપશો..આ દેશની ચોથી જાગીર ને હંમેશા ઉજાગર કરવા આહવાન કરાયું હતું…રતન મહાલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ એ ખુબજ સહકાર આપ્યો હતો…અને દાહોદ જિલ્લાના પત્રકારોએ દૂર થી આવેલા પત્રકારોને ખુબજ સારી વ્યવસ્થા કરવા બદલ તેમનો પણ આભાર માનવાનો આવ્યો હતો.તેમજ આશ્રમ શાળા માં રાત્રિ ભોજન ની વ્યવસ્થા બદલ આચાર્ય નું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.ફોરેસ્ટ ના આર એફ ઓ બારીયા નું પણ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ધાનપુર આયોજન ટીમ ના તમામ ખડેપગે સેવા કરનાર પત્રકારો નો હૃદય પૂર્વક આભાર
રિપોર્ટર હારુનભાઈ ઓઠા











