Mahir Kalam News

News Website

ભારતમાં ચંદ્રગ્રહણ ખગ્રાસ, ખંડગ્રાસ અને ગ્રસ્તોદિત નજારો જોવા મળશે

ભારતમાં ચંદ્રગ્રહણ ખગ્રાસ, ખંડગ્રાસ અને ગ્રસ્તોદિત નજારો જોવા મળશે
Views: 118
0 0

Read Time:12 Minute, 24 Second

‘મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદભુત અવકાશી નજારો”

ભારતના છેવાડાના રાજ્યોમાં ગ્રહણ ખગ્રાસ, મધ્યમાં ખંડગ્રાસ, પશ્ચિમમાં ગ્રસ્તોદિત દેખાશે.

પૃથ્વી ઉપર ગ્રહણ ૫ કલાક ૩૯ મિનિટ મધ્ય સ્થિરતા ૫૮ મિનિટની રહેશે.

ચંદ્ર કે સૂર્યગ્રહણની માનવજીવન ઉપર લેશમાત્ર અસર થતી નથી.

અવકાશી ગ્રહણો પરિભ્રમણ, ભૂમિતિની રમત… વિજ્ઞાન જાથા.

રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.

અમદાવાદ : વિશ્વના અમુક દેશો, પ્રદેશોમાં મંગળવાર તા. ૩ જી માર્ચે ખગ્રાસ ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારે અદ્દભુત જોવા મળશે. ભારત સહિત પૂર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં અવકાશી નજારો જોવા મળશે. આ ગ્રહણ ૫ કલાક ૩૯ મિનિટ જયારે ગ્રહણની મધ્ય સ્થિરતા ૫૮ મિનિટ રહેવાની છે. ગ્રહણ નરી આંખે ઉપરાંત દૂરબીન, ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાશે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી ગ્રહણની વૈજ્ઞાનિક સમજ આપશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સંવત ૨૦૮૨ ફાગણ સુદ પુનમ ને મંગળવાર તા. ૩ જી માર્ચ, ૨૦૨૬ નું ગ્રહણ સિંહ રાશિ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં ત્રણ પ્રકારે જોવા મળશે જયારે ગ્રહણ પુર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિકમાં અદ્દભુત જોવા મળશે. ગુજરાતમાં ગ્રસ્તોદિત દેખાશે. ગ્રહણ સમયે વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. ભારતમાં ફળકથનો કરવાવાળા જ્યોતિષીઓ લોકોને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ કરશે.

ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૧૪ કલાક ૧૪ મિનિટ ૨૫ સેકન્ડ, ગ્રહણ સંમીલન : ૧૬ કલાક ૩૪ મિનિટ ૩૪ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૭ કલાક ૦૩ મિનિટ ૪૬ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૧૮ કલાક ૪૭ મિનિટ ૧૫ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ઃ ૧૯ કલાક ૫૩ મિનિટ ૦૬ સેકન્ડ, પરમ ગ્રાસ : ૧.૧૫૫ ઉપરાંત સાડા પાંચ કલાક ગ્રહણ અવધિમાં ૫૮ મિનિટ મધ્ય સ્થિરતા જોવા મળશે. નરી આંખે ખંડ-ખગ્રાસ ગ્રહણ જોઈ શકાશે. ગ્રસ્તોદિત-માંધ ગ્રહણ જોવું ઓળખવું મુશ્કેલ બને છે.

જાથાના જયંત પંડયાએ વધુમાં જણાવ્યું કે ભારતમાં આ ચંદ્રગ્રહણ ખગ્રાસ, ખંડગ્રાસ અને છાયા-માંધ ત્રણ પ્રકારે ગ્રહણ જોવા મળશે. દેશમાં આંદામાન, નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ જયારે આંધપ્રદેશ અમુક વિસ્તાર, બિહાર, ચંદીગઢ, છતીસગઢ, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પોંડિચેરી, રાજસ્થાન, પંજાબ, સિક્કિમ, તામિલનાડુ, તેલંગણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડમાં ખંડગ્રાસ ગ્રહણ જોવા મળશે. ગુજરાતમાં દાહોદ અમુક વિસ્તારમાં અંગુલાલ્ય દેખાશે. રાજયના મોટાભાગમાં છાયા ગ્રહણ જોવા મળશે. ગ્રહણની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી આહલાદક મેળવી શકાય છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ પોતાની જગ્યા નિશ્ચિત કરી બે દિવસ પડાવ નાખી માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. જયારે ભારતમાં વૈધાદિ નિયમોની વાત કરી લોકોને અવળે માર્ગે વાળવાનો જ્યોતિષીઓના નિમ્ન પ્રયાસને જાથા વખોડે છે.

જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી ગ્રહણ નિદર્શન કાર્યક્રમોનું આયોજન કર્યું છે. લોકો આકાશ તરફ જોતા થાય, મીટ માંડે તેવું દાયકાથી અભિયાન ચાલી રહ્યું છે. અવકાશી ગ્રહણો, ખગોળીય ઘટના, ઉલ્કા વર્ષા, યુતિઓ, ગ્રહોનું નિદર્શન વિગેરે માહિતી જાથા વારંવાર લોકો સમક્ષ મુકે છે. ભારતમાં ત્રણ પ્રકારના ચંદ્રગ્રહણ સાડા પાંચ કલાક જોવા મળશે. કુદરતી ખગોળીય અવકાશી ઘટના છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરે છે જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે કર્મકાંડ-ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો, તેની અસરો, જપ-તપ, દાન વિગેરે જે તે સમયના અમુક લેભાગુઓ, કર્મકાંડીઓને લોકોના માથા ઉપર મુકી દીધા છે તે જડમૂળથી દૂર કરવા જાથાએ રાષ્ટ્રવ્યાપી અભિયાન આદર્યું છે. ગ્રહણોનો નજારો કેવી રીતે બને છે તે ટી.વી. માં ઘરે બેઠા બેઠા જોઈ શકાય છે છતાં ગ્રહણોની અસર બતાવી લોકોને મુર્ખ બનાવવામાં આવે છે તે દુઃખદ છે.

પૃથ્વી ઉપર હજારો સૂર્યગ્રહણો-ચંદ્રગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર પરિભ્રમણ, ભૂમિતિની રમત છે. આમ છતાં ભારતમાં રદ્દી માન્યતાઓ, દંતકથાઓ, પરંપરાઓનો આધાર મુકી ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે. માનવીની કર્મકાંડ-ક્રિયાકાંડ કરવાથી અધોગતિ થઈ છે. જાથા નબળા મનના લોકોમાં દ્રઢ મનોબળ કેળવાય તે માટે પ્રયત્નો કરી રહ્યું છે. ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી તે વિજ્ઞાન સિદ્ધ છે છતાં આજે પણ ગ્રહણ સમયે દાન-પુણ્ય, જપ-તપ, સ્નાન, રાશિ, ફળકથનો, દોષ નિવારણના નામે યેનકેન અમુક લેભાગુઓ શોષણ કરે છે જાથા તેનો સદૈવ વિરોધ કરે છે. લેભાગુઓ પોતાની આજીવિકા-રોટલા માટે શોષણ કરે છે. ૨૧ મી સદી જ્ઞાન-વિજ્ઞાન સાથે પુરૂષાર્થને પ્રાધાન્ય આપવું જોઈએ. ઘરમાં બેઠા બેઠા જપ-તપનો સમય નથી. જાથાના અનુભવ પ્રમાણે અમુક જયોતિષીઓને આકાશમાં કયાં સ્થળે રાશિ-નક્ષત્ર કે ગ્રહો આવેલા છે તેની ખબર સુદ્ધાં નથી છતાં ચાલાકીથી છેતરે છે. લોકોમાં ખગોળવિજ્ઞાનનું જ્ઞાન આવે એટલે ગ્રહોના ચક્કર, જપ, હોમ-હવન, નિવારણ વિગેરે તૂત આપોઆપ બંધ થઈ જશે તેવું જાથા માને છે. જાથા માનવી પોતાનો વિકાસ કેમ થાય તેના ઉપાયો દર્શાવી અનુભવ પ્રમાણે અનુકરણની સલાહ આપે છે. જાથાની વિચારધારા માનવી કે નહિ તે લોકોનો પોતાનો અધિકાર છે.

વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી મારફત ગ્રહણ નિદર્શન સાથે વેધાદિ નિયમો સુતક-બુતકનું કડડભૂસ કરવા ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજશે. ગ્રહણ સમયે ચા-નાસ્તા સાથે નિદર્શન રાખવામાં આવશે. ગ્રહણની અસર લેશમાત્ર નથી તેનો આધાર મુકવામાં આવશે. ભૌગોલિક અસર કેમ નથી તેની સમજ આપવામાં આવશે. રાજયભરમાંજાથાએ તેની શાખાઓ, શુભેચ્છકોની મદદથી ગામેગામ નિદર્શન રાખવામાં આવશે. કુદરત–પ્રાકૃતિક નિયમ કાયમ છે. કુદરતના નિયમોનું પાલન માનવીએ કરવું જ પડશે. પૃથ્વી ઉપર દર મિનિટે, સારી-ખરાબ, હોની-અનહોની, લાભ-નુકશાન, શુભ-અશુભ વિગેરે ઘટનાઓ બનવાની જ છે તેને કોઈ રોકી શકતું નથી, અટકાવી શકતું નથી. કુદરતને પ્રાર્થના, પૂજા-પાઠ, જપ-તપ, દાન-પુણ્ય, પૂજાવિધિ, જપમાળા, અનુષ્ઠાન, હોમ-હવન, ક્રિયાકાંડો સાથે કશી જ લેવા દેવા નથી, સ્નાનસૂતક સંબંધ નથી છતાં ટી.વી. ઉપર અમુક લેભાગુઓ ગ્રહણની અસર રાશિ પ્રમાણે ક્રિયાકાંડો બતાવે છે તે નર્યું તુત છે. લોકોને ભરમાવવામાં આવે છે. વિજ્ઞાનથી માનવી સમૃદ્ધ, સુખી થયો છે. ગ્રહણ સમયે મંદિરો બંધ રાખવા તેમાં કશો જ તર્ક નથી છતાં દેવસ્થાનો બંધ રહેશે તે આપણે નજરે જોવાના છીએ. ભગવાન-ઈશ્વરને ગ્રહણની કેવી રીતે અસર થાય ? છતાં પરંપરાના નામે તૂત ચાલે છે. આગામી વર્ષોમાં માનવી ચંદ્ર-મંગળ ઉપર વસવાટ કરવાનો છે તેની તૈયારીઓ ચાલી રહી છે. રાજયભરમાં ગ્રસ્તોદિત ચંદ્રગ્રહણ જોવા લોકો આગળ આવે તેવા જાથા પ્રયત્નો કરી રહ્યું છે.

જાથાના રાજય કક્ષાના કાર્યક્રમમાં ગ્રહણ નિદર્શન સમયે લોકો સ્વયં ચા-નાસ્તો, ભોજન કરે તેવા પ્રયાસો કરી રહ્યું છે. રાજયના જિલ્લા-તાલુકા મથકને આવરી લેવામાં આવશે. ખગોળ પ્રેમીઓ પોતાના ગામમાં અનુકુળતા પ્રમાણે ગોઠવી શકશે. વિજ્ઞાને જ્યોતિષને કપોળકલ્પિત જાહેર કર્યું છે. કુંડળીમાં જે ગ્રહો નથી તેને બતાવવામાં આવે છે. ગ્રહોના નંગની વિંટી હાથ-આંગળામાં ધારણ કરનારા નબળા મનના છે. આત્મવિશ્વાસ કેળવવા જાથા કામ કરે છે. આ વખતે રાજયમાં લોકો જ ગ્રહણની સમજ કેળવે તેવું આયોજન છે.

રાજયમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા-તાલુકા મથકે સ્વયં જાગૃતિ માટે આયોજન કરશે.

ગ્રહણની વૈજ્ઞાનિક સમજ માટે જાથાના નિર્ભય જોશી, વિનુભાઈ ભટ્ટ, અમીયલ બાદી, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખભાઈ, મહેશ પટેલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રાજુભાઈ યાદવ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા, ભાવનાબેન વાઘેલા, એડવોકેટ હર્ષાબેન ભટ્ટ સહિત કાર્યકરો જોડાવવાના છે.

અંતમાં ગામેગામ જાગૃતો પોતાના વિસ્તાર, ગામમાં ગ્રહણ નિદર્શન સાથે ચા-નાસ્તો, નકારાત્મક ફળકથનોની હોળી કરી જાગૃતિ કેળવવા કાર્યક્રમની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર મોકલવા અપીલ કરવામાં આવી છે.

માન. તંત્રીશ્રી

ઉપરોકત મેટર આપના સુપ્રસિદ્ધ અખબારમાં પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *