Mahir Kalam News

News Website

શનિવારે રાજકોટ ન્યુ પરિમલ સ્કૂલમાં વિજ્ઞાન મેળા સાથે વિજ્ઞાન રેલી નીકળશે શનિવારે રાજકોટમાં અંધશ્રદ્ધા દૂર કરવા વિજ્ઞાન રેલી નીકળશે

શનિવારે રાજકોટ ન્યુ પરિમલ સ્કૂલમાં વિજ્ઞાન મેળા સાથે વિજ્ઞાન રેલી નીકળશે શનિવારે રાજકોટમાં અંધશ્રદ્ધા દૂર કરવા વિજ્ઞાન રેલી નીકળશે
Views: 28
0 0

Read Time:7 Minute, 4 Second

ન્યુ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓ, વાલી, જાગૃતો રેલીમાં જોડાશે.

સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત પદાધિકારીઓ વિજ્ઞાન મેળા અને વિજ્ઞાન રેલીમાં ભાગ લેશે.

ભુત-ભુવા ને ડાકલા ત્રણેય તુતે તુતના નારા સાથે માર્ગો ગુંજશે.

રાજયભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી અંતર્ગત વિજ્ઞાન જાથાના અનેકવિધ કાર્યક્રમો.

અમદાવાદ: ભારત સરકાર દ્વારા ૨૮ મી ફેબ્રુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા વિજ્ઞાનલક્ષી અનેકવિધ કાર્યક્રમોથી ઉજવણી કરવામાં આવે છે. રાજયમાં શનિવારે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ જિલ્લા-તાલુકા મથકે વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તે સંબંધી કાર્યક્રમો અમલમાં મુકયા છે. રાજકોટમાં રાજયકક્ષાનો વિજ્ઞાન રેલી, વિજ્ઞાન મેળો યોજી વૈજ્ઞાનિક મિજાજ કેળવવાના કાર્યક્રમ યોજાશે.

રાજકોટમાં રાજયકક્ષાના કાર્યક્રમમાં મહેમાન પદે સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા સહીત ભાજપના પદાધિકારીઓ અને સ્કૂલ સંચાલક ચંદ્રકાંતભાઈ મંડિર, અલ્પાબેન, બ્રિજેશભાઈ મંડિર, મહાનુભાવો હાજરી આપશે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે વિજ્ઞાન રેલીમાં છાત્ર-છાત્રાઓ વિજ્ઞાન પ્રયોગનું નિદર્શન કરશે. વિજ્ઞાન આવે ભૂત ભાગે, વિજ્ઞાન આવે અંધશ્રદ્ધા ભાગે, ભૂત-ભુવાને ડાકલા ત્રણેય તૂતેતુતના નારા સુત્રોચ્ચાર કરી રાજમાર્ગો ઉપર લોકોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરવામાં આવશે. રાજયભરમાં વૈજ્ઞાનિક મિજાજની લોકચળવળ ઉભી કરવાની નેમ છે. દેશની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ છે. વિજ્ઞાનથી માનવી સુખી-સમૃદ્ધ થયો છે. વિજ્ઞાન ટેકનોલોજી, નેનોથી જ દેશ પ્રગતિ કરશે. અંધશ્રદ્ધાને દેશવટો આપવા જાથા દાયકાઓથી પ્રયત્ન કરે છે. માનવીની સમસ્યાઓનું નિરાકરણમાં વિજ્ઞાન અગ્રેસર છે.

જાથાના જયંત પંડયા માહિતી આપતા જણાવે છે કે, રાજયમાં નિબંધ અને શીઘ્ર ચિત્ર સ્પર્ધાને જબરો પ્રતિસાદ મળતા અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓએ નિબંધો મોકલી આપ્યા છે અને જુદી જુદી શાળામાં શીઘ્ર ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો છે. વિજ્ઞાન મેળામાં અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો છાત્ર-છાત્રાઓ અને વાલીઓને શીખડાવી દેવામાં આવશે.રાજયમાં ૨૮ મી એ વિજ્ઞાન દિનની ઉજવણી જાથા અને તેના શુભેચ્છકોની મદદથી વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો સ્થાનિક તેમજ શાળા કક્ષાએ ઉજવણી થનાર છે તેમાં આખરી ઓપ અપાયો છે તેમાં જિલ્લા-તાલુકામાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, વ્યારા, દાહોદ, લુણાવાડા, હિંમતનગર, કચ્છ-ભુજ, અરવલ્લી મોડાસા, ગીર સોમનાથ વેરાવળ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા ખંભાળીયા, પોરબંદર, પંચમહાલ, રાજપીપળા અને શાખાઓની મદદથી લોકચળવળ ઉભી કરવામાં આવશે.

ન્યુ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓ વિજ્ઞાનની પોતાની સંશોધન વૃત્તિને ધ્યાનમાં રાખી પોતાની કૃતિ રજૂ કરી આવેલ મહેમાનો અને વાલીઓનું વિશેષ ધ્યાન દોરશે.

જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, નિર્ભય જોશી, નાથાભાઈ પીપળીયા, રાજુભાઈ યાદવ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, હર્ષાબેન પંડયા, ભકિતબેન રાજગોર, ભાનુબેન શેઠીયા સહિત ૧૪ શાખાના પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં કાર્યક્રમ આપવાના છે.

રેલીના રૂટમાં કાલાવડ રોડ ન્યુ પરિમલ સ્કૂલથી સવારના ૯-૦૦ કલાકે પ્રારંભ કરી પંચાયતનગર, યુનિવર્સિટી રોડ થઈ પરત સ્કૂલે રેલીનું સમાપન કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ વ્યાસ તથા કાર્યક્રમની તડામાર તૈયારી અલ્પાબેન, બ્રિજેશભાઈ મંડિર, ચંદ્રકાંતભાઈ મંડિર અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફ કરી રહ્યા છે. સવારના ૯-૦૦ કલાકે વિજ્ઞાન મેળાનું ઉદ્દઘાટન ભવ્યાતીત રીતે મહેમાનોની હાજરીમાં કરવામાં આવશે. સ્કૂલના મુખ્ય પ્રણેતા અને શિક્ષણકાર ચંદ્રકાંતભાઈ મંડિરની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન સમારોહ રાખવામાં આવેલો છે.

અંતમાં વિજ્ઞાન રેલીમાં જોડાવવા ઈચ્છુક રાજકોટ શહેરની શાળાઓ, સંસ્થાઓ કે જાગૃત નાગરિકો વિજ્ઞાનલક્ષી કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાકે જોડાઈ શકે છે તેવી અપીલ કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ વિજ્ઞાન જાથાની રાજય કચેરીના ઉપક્રમે યોજાનાર છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં ઉપરોકત મેટર પ્રગટ કરવા પ્રાર્થના. ઈ-મેઈલમાં વિગતે મોકલેલ છે જે વિદિત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *