Mahir Kalam News

News Website

રાજ્યકક્ષાનો કાર્યક્રમ ન્યુ પરિમલ સ્કૂલમાં વિજ્ઞાનની કૃતિઓ સાથે વિજ્ઞાન રેલી યોજાશે

રાજ્યકક્ષાનો કાર્યક્રમ ન્યુ પરિમલ સ્કૂલમાં વિજ્ઞાનની કૃતિઓ સાથે વિજ્ઞાન રેલી યોજાશે
Views: 74
0 0

Read Time:9 Minute, 30 Second

૨૮ મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી પરિચય વિજ્ઞાન જાથાનું રાજ્યભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન

તા. ૨૮ મી ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન (National Science Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઈ.સ. ૧૯૨૮માં રામન પ્રભાવની શોધ થઈ હતી. આ શોધ માટે ૧૯૩૦માં ડૉ. સી.વી. રામનને નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્કાર મેળવનાર ડૉ. રામન એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવા પાછળનો મુળભુત હેતુ ભારતમાં વિજ્ઞાન અને ભારતીય વૈજ્ઞાનિકોનું રાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આપણા રાષ્ટ્રના ઘડતરમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનો રોલ અને અગત્યતા વધારવા માટે દેશભરમાં વિજ્ઞાન દિનની ઉજવણીની ખાસ જરૂર છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ૨૮ મી ફેબ્રુઆરીનું નામાભિકરણ અને ઉજવણી પાછળ ડૉ. રામનની મહાન વૈજ્ઞાનિક સિદ્ધિની કેવળ શિષ્ટાચાર અને સમારંભ કરતાં પણ વિશેષ મહત્વ છે. દેશના મહત્વના પ્રશ્નોના ઉકેલ શોધવા, બીજા દેશોની હરોળ ભારતને અગ્રીમતા આપવી, વિદેશી ટેકનોલોજી આયાત કરીને ભારતને અનુરૂપ ટેકનોલોજીમાં પરિવર્તન કરવા અને બીજી કેટલીક રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા ભારતીય વિજ્ઞાનીઓની ફરજ થઈ પડે છે. આ માટે પણ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી અતિ જરૂરી છે.

ડૉ. સી. વી. રામન “રામન પ્રભાવ” ની શોધ માટે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર રૂા.૨૦૦/- (બસ્સો) થયો હતો. પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી. સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું તેની જાહેરાત સૌપ્રથમ ૨૮-૦૨-૧૯૨૮માં થઈ હોય આ શોધને સન્માનિત કરીને સાથોસાથ આ દિવસ સમગ્ર સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ – દ્રષ્ટિકોણ કેળવાય તેમજ અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ માટેનો દિવસ છે. ડૉ. રામનને બાળકો, વિદ્યાર્થીઓમાં અતિ રૂચિના કારણે પ્રાથમિક શાળામાંથી વિજ્ઞાનને મહત્વ આપી વૈજ્ઞાનિક લાગણીને કારણે વિજ્ઞાનના કાર્યક્રમો યોજવા સંબંધી શોધની જાહેરાતની તારીખ પસંદ કરવમાં આવી હતી.

ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન : એક બહુમુખી પ્રતિભા

ડૉ. રામનનો જન્મ ૭ મી નવેમ્બર, ૧૮૮૮ માં તામિલનાડુમાં ત્રિચિનાપલ્લી પાસે ધિરૂવનાઈકકાવલના નાનકડા ગામમાં થયો હતો. તેમનું જીવન નાનપણથી વિજ્ઞાન રૂચિના કારણે સંશોધન, પ્રત્યેક ઘટનાનું બારીકાઈથી પરિક્ષણ કરતાં સૂક્ષ્મ બુદ્ધિ અને એકાગ્રતાથીએ સમજવા પ્રયત્ન કરતાં. સંશોધન, સાહસિક વૃત્તિને કારણે ટોચના સ્થાને પહોંચી ગયા. બ્રોન નામના વૈજ્ઞાનિકે કહ્યું કે ડૉ. રામનની હરોળમાં બેસી શકે એવો ભૌતિકશાસ્ત્રી બીજો કોઈ નથી. પૃથ્વીનું સાચું તત્વ, રામન અસર શોધનો પ્રારંભ ઈ.સ. ૧૯૨૧ માં થયો તે શોધ પૂર્ણ થઈ ઈ.સ. ૧૯૨૮ માં. એ શોધ ઈન્ડિયન જર્નલ ઓફ ફિઝીકલ કલકત્તામાં સર્વ પ્રથમ પ્રકાશિત કરી હતી. વિધિસર ઘોષણા ૧૯૩૦ માં કરી હતી. તે સમયે કલકત્તા યુનિ. માં ભૌતિક વિજ્ઞાનની અપ્રતિમ પ્રગતિ થઈ હતી.ઈ.સ. ૧૯૨૮ માં ઈટાલીના સાયન્સ એસોસીએશને, ડૉ. રામનને મેપ્યુસી પદક આપ્યું. ઈ.સ. ૧૯૨૯ માં બ્રિટીશ સરકારે સરનો ખિતાબ આપ્યો. ઈ.સ. ૧૯૩૦ માં સ્વીર્ઝલેન્ડની જયુરીની ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા. અમેરિકાની ફેંકલીન ઈન્સ્ટીટયુટે એમને ફ્રેન્કલીન પદકથી વિભૂષિત કર્યા. રામનની બધી જ શોધો માનવીનું કલ્યાણ કરે તેવી હતી. ઈ.સ. ૧૯૫૮ માં રશિયન સરકારે એમને લેનીન પુરસ્કાર આપીને એમનું ગૌરવ વધાર્યું હતું. રચનાત્મક અભિગમ કાયમ રહ્યો. તેમનો જીવનદિપ ૨૧ નવેમ્બર ૧૯૭૦ માં બુજાયો. ડૉ. રામનને સાચી શ્રદ્ધાંજલિ અંધશ્રદ્ધા નાબુદ થાય તે માટે ભારત જન વિજ્ઞાન જાથા રાજયમાં અનેકવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો આપી, વાસ્તવમાં પ્રચાર માધ્યમની મદદથી મહંદ અંશે સફળતા મેળવે તે હેતુથી વિજ્ઞાન કાર્યક્રમોનું અયયોજન કર્યું છે. નાના-મોટા સહુના ટેકાથી રાજયભરમાં આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે દેશભરમાં પુરસ્કૃત કરી કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું છે. ભાવિ પેઢીને દિશા આપનારો કાર્યક્રમ હોય સ્વયંભુ વિજ્ઞાન પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રદ્ધા નાબુદી માટે બીડું ઝડપે તેવી આશા રાખીએ છીએ.

ભારત જન વિજ્ઞાન જાથા રાજયમાં જુન ૧૯૯૨ માં કલેકટર કચેરીમાં જાથાની રચના કરી ત્યારથી કાર્યરત છે. શાળા, કોલેજો, નાના-મોટા નગરોમાં લોકચળવળથી જનજાગૃતિના કાર્યક્રમો આપે છે. રાજયની ૧૬ શાખાઓ અને મુખ્ય ઓફિસની મદદથી જુન ૧૯૯૨ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં ૧૦૦૭૨ થી વધુ ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમો આપી અગ્રેસર છે. રાજય, દેશ, વિદેશમાં ‘જાથા’ તરીકે લોકહૃદયમાં સ્થાન લીધું છે. દોરા-ધાગા, મંત્ર, તંત્રના નામે છેતરપિંડી કરનારા ૧૨૮૧ ધતિંગબાજોને નૈતિક પડકાર આપી જનસમાજ સમક્ષ ખુલ્લા પાડયા છે. જાથાની તટસ્થતાની આગવી ઓળખ છે. જાથા માનવ ધર્મ, રાષ્ટ્રીય ધર્મના પ્રણેતા છે.

ડૉ. સી. વી. રામને પોતાનું જીવન સમર્પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કરી ભારત દેશને અમૂલ્ય ભેટો આપી છે. પરંતુ અંધશ્રદ્ધા, દોરા-ધાગા, મંત્ર-તંત્ર વિગેરે જેવા અવૈજ્ઞાનિક અભિગમો સમાજમાં પ્રવર્તમાન હોવાથી વૈજ્ઞાનિક પ્રગતિ અવરોધાય છે તેને દૂર કરવાનું એકમાત્ર લક્ષ્ય જાથા રાખે છે. તેમાં સૌનો સહકાર ઈચ્છે છે.

રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ કાલાવડ રોડ ન્યુ પરિમલ સ્કૂલમાં વિજ્ઞાન મેળો અને વિજ્ઞાન રેલીના આયોજનથી કરવામાં આવશે. સ્કૂલના સંચાલક ચંદ્રકાંતભાઈ મંડિર, બ્રિજેશભાઈ મંડિર અને પ્રિન્સીપાલ અલ્પાબેન મંડિરના માર્ગદર્શન હેઠળ રાજમાર્ગો ઉપર વિજ્ઞાન આવે ભુત ભાગે, વિજ્ઞાન આવે સમૃદ્ધિ લાવે, ભુત-ભુવા ને ડાકલા ત્રણેય તુતે તુતના સુત્રોચ્ચાર કરી વૈજ્ઞાનિક મિજાજ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જિલ્લા, તાલુકા મથકે સ્થાનિક શુભેચ્છકો, શાળાઓની મદદથી વિજ્ઞાન નિબંધ, ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરી સામાજિક ચેતનાનું કાર્ય કરવામાં આવશે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાનો અભિગમમાં સામાન્ય માણસ ગણિત, વિજ્ઞાનમાં રસ કેળવે તે હેતુ છે. વિજ્ઞાનનો વ્યક્તિ સ્પષ્ટ વિચારધારાવાળો હોવો જોઈએ. પોતે જે બોલે છે તેનું આચરણ કરે છે તે બાબતે ધ્યાનમાં લેવામાં આવે છે.

અંતમાં ડૉ. સી. વી. રામનની “રામન પ્રભાવ’ ની શોધ સાથે અત્યાર સુધી દેશ-વિદેશમાં વૈજ્ઞાનિકોએ કરેલ અનેરી સિદ્ધિ શોધથી આમજનતા, છાત્ર-છાત્રાઓ માહિતગાર થાય તેથી રાજયભરમાં જિલ્લા-તાલુકા મથકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ/અમદાવાદ.

આલેખન :- જયંત પંડયા (એડવો *

રાજય ચેરમેન જાથા

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *