Mahir Kalam News

News Website

રાજયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરતું વિજ્ઞાન જાથા

રાજયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરતું વિજ્ઞાન જાથા
Views: 51
0 0

Read Time:7 Minute, 58 Second

વિજ્ઞાન અભિગમ-દષ્ટિકોણની દેશની પ્રગતિ…. વિજ્ઞાન જાથા

રાજમાર્ગો ઉપર વિજ્ઞાન રેલીએ આકર્ષણ જમાવ્યું.

જિલ્લા મથકે વિવિધ સ્પર્ધાઓ સંપન્ત.

વિજ્ઞાનથી માનવ જાત સુખી-સંપન્ન.

ન્યુ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓએ રેલીમાં ભાગ લીધો.

અમદાવાદ : ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા દેશભરમાં ભારત

જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરીએ વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરી હતી. રાજયમાં જિલ્લા મથકોએ વિજ્ઞાન વિષયક વિવિધ સ્પર્ધાઓ, રેલી સફળતાથી સંપન્ન થઈ હતી. રાજકોટ ખાતે રાજયકક્ષાના કાર્યક્રમમાં વિજ્ઞાન અભિગમ-દષ્ટિકોણથી જ રાષ્ટ્રની પ્રગતિ થાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજમાર્ગો ઉપર રેલીએ જબરૂ આકર્ષણ જમાવ્યું હતું.

રાજયકક્ષાના કાર્યક્રમનું ઉદઘાટન જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીના વિવિધ પાસાઓની વાત કરી હતી. ડૉ. સી. વી. રામનની શોધ માનવજાત માટે ઉપકારક સાબિત થઈ તેની માહિતી આપી હતી. વિજ્ઞાનથી માનવજાત સુખી-સંપન્ન થયો. વિજ્ઞાને અનેક રહસ્યો ખોલી માનવ કલ્યાણકારી સાબિત થયેલ છે. વિજ્ઞાનના આવવાથી અવતારો-તારણહાર, ચમત્કારો આપોઆપ બંધ થઈ ગયા તે સિધ્ધિ સૌ કોઈ નજરે જોઈએ છીએ. વિજ્ઞાનનો ઉપયોગ કેમ કરવો તે માણસ ઉપર વિચારાધિન છે. અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. કર્મકાંડ-ક્રિયાકાંડોથી માનવ જાતને અધોગતિ-બરબાદી મળી છે તેથી સાવધાન રહેવાની જરૂર છે. અવકાશી ખગોળીય ઘટના માણવા-જાણવા માટે હોય છે. સરકારે પ્રત્યેક ઘરોમાં ટેલીસ્કોપ-દૂરબીન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. દેશની પ્રગતિમાં અવરોધક પરિબળ વસ્તી વિસ્ફોટ સાથે અશિક્ષિત, ગરિબાઈ, અસમાનતા, નાત-જાત-કોમના ભેદભાવ કારણભૂત છે તેનું સચોટ નિરાકરણ જ સમૃધ્ધિ તરફ દોરી જાય છે.

વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે આજે રાજયના જિલ્લા, તાલુકા, શાળાઓમાં વિજ્ઞાન દિનની ઉજવણીમાં સફળતા મળી છે તેના કારણમાં જાથાનું લોકહૃદયમાં સ્થાન છે. રાજકોટમાં વિજ્ઞાન રેલીએ જબરૂ આકર્ષણ ઉભું કર્યું હતું. માર્ગો ઉપર વિજ્ઞાન આવે અંધશ્રદ્ધા ભાગે, ભુવા ભાગેના સુત્રોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ન્યુ ૫રિમલ સ્કૂલમાં સંચાલક, શૈક્ષણિક સ્ટાફના ઉત્સાહના કારણે આયોજનોને સફળતા મળી હતી. ડૉ. સી. વી. રામનની ઈફેકટ, પ્રભાવ શોધની વાત કરી છાત્ર-છાત્રાઓને પ્રોત્સાહિત કરી નવા સંશોધનના માર્ગની વાત કરી હતી. વિજ્ઞાનમાં કોઈપણ ઘટના પાછળ વિજ્ઞાનનો ક્રિયા–કારણનો સંબંધ, પ્રયોગસિદ્ધ, તર્કબદ્ધ, સાર્વત્રિક નિયમ બાબતે જાણકારી આપવામાં આવી હતી. વિજ્ઞાનમાં જો અને તો ને સ્થાન નથી. જાથા બોલે છે તેપ્રમાણે આચરણ હોય લોકોમાં વિશ્વાસ ઉભો થયો છે. જાથા સામેના આક્ષેપો બેબુનિયાદ સાબિત થયા છે. જાથાની તટસ્થતા બાબતે કોઈ શંકા કરતું નથી. આજે જિલ્લા, તાલુકા મથકે સ્પર્ધાઓમાં પ્રાથમિકથી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક મિજાજ કેળવવાન કાર્યક્રમોએ લોકચાહના મેળવી હતી.

ન્યુ ૫રિમલ સ્કૂલના સંચાલક ચંદ્રકાન્તભાઈ મંડિર, બ્રહ્મસમાજના કેતનભાઈ બોરીસાગર, બ્રિજેશભાઈ મંડિર, આચાર્યા અલ્પાબેન જોષી, રમેશભાઈ વ્યાસ પ્રાસંગિક ઉદ્દબોધન કરી વિજ્ઞાન જાથાના કાર્યોની પ્રશંસા કરી હતી.

શાળાના ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઈ મંડિર, તેની ટીમનું જાથાએ સન્માન કર્યું હતું. મંડિર પરિવાર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિમાં બહાર લાવવા માટે કટિબદ્ધ હોય છે. આ શાળાના કાર્યક્રમોથી વાલી, શિક્ષણપ્રેમીઓમાં હુંફનું વાતાવરણ ઉભું થાય છે. આચાર્યા અલ્પાબેન, બ્રીજેશભાઈ મંડિરે શાળાનો પરિચય આપી આગામી વિજ્ઞાન રેલીની માહિતી આપી હતી.

વિજ્ઞાન રેલીમાં ન્યુ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓ, શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત જાથાના પ્રકાશ મનસુખભાઈ, અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, રોમિત રાજદેવ, ભાનુબેન શેઠીયા સહીત જાગૃતોએ મશાલ સરઘસ, વિજ્ઞાન સુત્રો, બેનર સાથે આગેવાની લીધી હતી. શાળાના વિદ્વાન શિક્ષક રમેશભાઈ વ્યાસે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. માર્ગો ઉપર માઈક ઉપર વિજ્ઞાન સુત્રો બોલાવી છાત્ર-છાત્રાઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના સંચાલકો અલ્પાબેન, બ્રિજેશભાઈ મંડિર અને ચંદ્રકાંતભાઈ મંડિરે સ્પર્ધાઓ, વિજ્ઞાન રેલીનું સફળ સંચાલન કરી સફળતા પ્રાપ્ત કરી હતી. વિજ્ઞાન દિવસની ઉજવણી રાજયમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા-તાલુકા મથકે સફળતાથી સંપન્ન થઈ હતી.

રાજયભરમાં જિલ્લા-તાલુકા મથકે વિજ્ઞાનની વિવિધ સ્પર્ધાઓ, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સાથે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગામેગામ જાગૃતો જોડાયા હતા.

રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ફોટો તસ્વીર : રાજકોટમાં ન્યુ પરિમલ સ્કૂલમાં વિજ્ઞાન કાર્યક્રમનું ઉદ્દઘાટન કરતાં જાથાના જયંત પંડયા, ચંદ્રકાંતભાઈ મંડિર અને શાળાનો સ્ટાફ નજરે પડે છે. વિજ્ઞાન રેલીમાં છાત્ર-છાત્રાઓની તસ્વીર દ્રષ્ટિપાત થાય છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં ઉપરોકત મેટર ફોટા સાથે પ્રગટ કરવા પ્રાર્થના. ઈ-મેઈલમાં વિગતે મોકલેલ છે જે વિદિત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા

મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *