આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભરતભાઈ દલસાણીયા, શ્રી ભવાનભાઈ ચૌહાણ, યાર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ, વાઈસ ચેરમેનશ્રી ચિરાગભાઈ વાંક, યાર્ડના સૌ ડાયરેકટરો, શ્રી જેઠાલાલ અઘેરા , જોડિયા તાલુકા ભાજપ પ્રમુખશ્રી જયસુખભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિશ્રી દામજીભાઈ ચનિયારા, ઉપપ્રમુખ મંગાભાઈ ધ્રંગિયા, કારોબારી ચેરમેન પ્રતિનિધિશ્રી ભરતભાઈ ખોલિયા, સહિત સંગઠનના હોદેદારો તેમજ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા ટેકાના ભાવે ખરીદીના મહત્વપૂર્ણ નિર્ણયને ખેડૂતો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને ખુશી વ્યક્ત કરવામાં આવી. સરકાર હંમેશા ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને ખેડૂતોની મહેનતને યોગ્ય મૂલ્ય મળે તે માટે સતત પ્રયત્નશીલ છે.
ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ — આ ભાવનાને સાકાર કરવા માટે અમે સૌ સાથે મળીને કાર્યરત રહીશું. 🌾
પ્રેસ નોટ લલીતભાઈ નિમાવત











