રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ પોલીસ અધિક્ષકશ્રી વિજય સિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સિમરન ભારદ્વાજ સાહેબ, ધોરાજી વિભાગ, ધોરાજી નાઓ દ્વારા લોકો વ્યાજખોરોનો ભોગ ન બને અને લોકોને બેન્ક મારફતે ઓછા વ્યાજે લોન મળે તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોને માહીતગાર કરવા તેમજ લોનનો લાભ મળે તે માટે પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બેંન્કોના મેનેજરશ્રીઓનો સંપર્ક કરી લોન મેળાનુ આયોજન કરવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બનેલ હોય તેવા લોકોને રજુઆત સાંભળી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આગામી તા.૦૭/૦૩/૨૦૨૬ ના કલાક સાંજના ૦૪/૩૦ વાગ્યે એક લોન મેળાનુ આયોજન કરવામાં આવેલ છે જેમા અલગ અલગ બેંન્કોના મેનેજરશ્રીઓ હાજર રહેનાર છે અને લોનની જરૂરીયાતમંદ લોકોને લોન બાબતે માહીતગાર કરી સ્થળ પર લોન આપવામાં આવશે જેથી આ લોન મેળામાં વધુમાં વધુ લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે તેમજ કોઈ લોકો વ્યાજખોરોનો ભોગ બનેલ હોય તો તેઓને કોઈ પણ જાતના ડર વગર જાણ કરવા અને તેઓ ખાનગીમાં રજુઆત કરવા માંગતા હોય તો તેઓનુ નામ ગુપ્ત રાખવામાં આવશે તેમજ આવી ફરીયાદ રજુઆત મળ્યે પણ સ્થળ ઉપર તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે
સ્થળ
ભાયાવદર પોલીસ સ્ટેશન
> તારીખ-ટાઈમ
તા.૦૭/૦૩/૨૦૨૬ ના કલાક સાંજના ૦૪/૩૦ વાગ્યે
(વી.સી.પરમાર)
પોલીસ ઈન્સ્પેકટર ભાયાવદર પોલીસ સ્ટેશન જી.રાજકોટ ગ્રામ્ય, રાજકોટ
બ્યુરો રિપોર્ટ.રીઝવાન જુણેજા











