Mahir Kalam News

News Website

સરકારી પ્રાથમિક શાળા… જ્યાં બાળકોને અક્ષરજ્ઞાન સાથે સંસ્કારનો પણ પ્રથમ પાઠ મળે છે. પરંતુ જો એ જ પાઠશાળામાં શિક્ષક દારૂની બોટલ સાથે નશામાં ઝડપાય, તો પ્રશ્ન માત્ર કાયદાનો નથી રહેતો પ્રશ્ન તો સમાજના ભવિષ્યનો બની જાય છે.

સરકારી પ્રાથમિક શાળા… જ્યાં બાળકોને અક્ષરજ્ઞાન સાથે સંસ્કારનો પણ પ્રથમ પાઠ મળે છે. પરંતુ જો એ જ પાઠશાળામાં શિક્ષક દારૂની બોટલ સાથે નશામાં ઝડપાય, તો પ્રશ્ન માત્ર કાયદાનો નથી રહેતો પ્રશ્ન તો સમાજના ભવિષ્યનો બની જાય છે.
Views: 41
0 0

Read Time:1 Minute, 36 Second

મોરબીનો ચેતવણી આપતો કિસ્સો

માસૂમ બાળકો માટે શિક્ષક માત્ર પાઠ ભણાવનાર વ્યક્તિ નથી; તે આદર્શ, માર્ગદર્શક અને પ્રેરણાનો સ્ત્રોત હોય છે. જ્યારે એ જ વ્યક્તિ નશામાં શાળામાં દેખાય, ત્યારે બાળકના મનમાં એક ખતરનાક સંદેશ બેસી જાય છે “શિક્ષક કરે તો ખોટું શું?” આ ઉંમરે તેના મન પર પડેલો એવો ઘા કાયદાની કોઈ સજા દૂર કરી શકતી નથી.
હા, કાયદો તેની ફરજ બજાવશે. કદાચ સસ્પેન્શન થશે, તપાસ થશે, સજા પણ મળશે. પરંતુ કાયદાની ફાઈલોમાં બંધ થયેલો ગુનો બાળકોના મનમાંથી ક્યારેય કાઢી શકાશે? કાયદો શિક્ષકને દંડ આપી શકે, પરંતુ માસૂમ મગજમાં જન્મેલી ગૂંચવણને કયો કાયદો સાફ કરશે?
આ ઘટના માત્ર એક શિક્ષકની ભૂલ નથી, પરંતુ શિક્ષણવ્યવસ્થાના મૂલ્યો પર પડેલ થપ્પડ છે. કારણ કે શાળા એ એવી જગ્યા છે જ્યાંથી ભવિષ્યનું નિર્માણ થાય છે. જો નિર્માતા જ નશામાં હોય, તો આવતીકાલનું ભવિષ્ય સાવચેત નહીં પરંતુ સંકટગ્રસ્ત બની શકે.
આથી પ્રશ્ન સજાનો નહીં, જવાબદારીનો છે કારણ કે શિક્ષક માત્ર કર્મચારી નથી, તે સમાજના ભવિષ્યનો શિલ્પકાર છે…નિલેશ પટેલ

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *