નર્મદા જિલ્લાના સેહરાવ ગામની સમીપ આવેલી ટેકરી પર સ્થિત અને ‘જંબુદીપ’ તરીકે ઓળખાતા પવિત્ર આશ્રમની મુલાકાત લઈ જામનગરના ‘આજકાલ’ અખબારના પ્રેસ પ્રતિનિધિ રાજભા જાડેજાએ ધન્યતા અનુભવી હતી. ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે તેમણે યોગસિદ્ધિ પ્રાપ્ત કરનાર પરમ પૂજ્ય યોગગુરુ શ્રી દશરથ બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન રાજભા જાડેજાએ આશ્રમમાં પ્રસાદ ગ્રહણ કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. યોગગુરુ દશરથ બાપુએ પોતાની મધુર વાણીથી ઉપસ્થિત ભક્તોને અમૃતપાન કરાવ્યું હતું અને માનવ જીવનમાં યોગનું શું મહત્વ છે તે વિશે વિસ્તૃત સમજ આપી હતી. બાપુએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ કળા છે જે મન અને આત્માને ઊર્જાવાન રાખે છે.
ઉલ્લેખનીય છે કે, નર્મદા નદીના કિનારે પ્રકૃતિના સુંદર સાનિધ્યમાં આવેલી આ ટેકરી પર હાલમાં એક વિશાળ અને ભવ્ય આશ્રમનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી સમયમાં આ સ્થાન યોગ અને આધ્યાત્મિક ચેતનાનું મોટું કેન્દ્ર બની રહેશે. રાજભા જાડેજાએ આ મુલાકાતને એક સંભારણું ગણાવી બાપુના આશીર્વાદ મેળવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી
રિપોર્ટર લલીતભાઈ નિમાવત બાલંભા











