Mahir Kalam News

News Website

મીઠાપુર માં આજ થી સતત ચાર દિવસ સુધી ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની ૧૩૫ મી જન્મ જયંતી ની ઉજવણી થશે

મીઠાપુર માં આજ થી સતત ચાર દિવસ સુધી ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની ૧૩૫ મી જન્મ જયંતી ની ઉજવણી થશે
Views: 14
0 0

Read Time:2 Minute, 32 Second

ઓખામંડળ તાલુકા ના ઔધોગિક શહેર મીઠાપુર ખાતે આજ થી જ વિશ્વ રત્ન મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની ૧૩૫ મી જન્મ જયંતી ની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. કે જેમાં આજ રોજ તારીખ ૧૧/૪/૨૦૨૬ ને શનિવાર ના રોજ બપોરે ૨ વાગ્યે બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલ છે. રાત્રે ૧૧ વાગ્યે ભવ્ય ભીમ ભજન કલાકાર દિનેશભાઈ ગોહિલ તથા સાથી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ૧૨ તારીખે સવારે ૮ થી ૪ વાગ્યા સુધી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૧૩ મી ને સોમવાર ના રાત્રે ૯ કલાકે ભવ્ય દાંડીયારાસ ગોઠવવામાં આવેલ છે. કે જેમાં અરજણ વાઘેલા, જગદીશ મકવાણા, નિશિતાબેન મકવાણા, સોમેશ લદ્ધા, સવજી શ્રીમાળી, રાણીબેન ચાવડા, અજય ચાસિયા જેવા કલાકારો પોતાની કળા નું પ્રદર્શન કરશે. આ ઉપરાંત ૧૪ મી તારીખે ભવ્ય શોભાયાત્રા સાંજે ૫ કલાકે ડૉ. બાબાસાહેબ આંબેડકર સોસાયટી થી રામદેવપીર મંદિર, સુરજકરાડી જાહેર માર્ગ પર થઈ ને મીઠાપુર ચાર રસ્તા થઈને મીઠાપુર ઝંડા ચોક ખાતે સમાપન થશે. આ સમગ્ર આયોજનો ડૉ. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ પોલીસ સ્ટેશન પાછળ મીઠાપુર ખાતે થશે. ખાસ કરી ને શોભાયાત્રા માં આવતા તમામ લોકોએ કોઈ પણ પાર્ટી ના ખેસ પહેરીને આવવું નહીં. અન્ય જાતિ ધાર્મિક ઝંડા લઈને કે અન્ય કોઈ પાર્ટી કે ધાર્મિક નારા લગાવવા નહીં. ફક્ત બ્લુ અને પંચશીલ ઝંડા લઈને જ આવવું. શોભાયાત્રા માં જોડાયેલ તમામ વ્યક્તિ એ ટુ કે ફોર વ્હીલર લઈ આવવું નહીં. નિયમ નો ભંગ કરનાર લોકો ની જવાબદારી પોતાની રહેશે. એવું ખાસ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
તસ્વીર અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *