ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ શોભાયાત્રામાં વિવિધતા માં એકતા નો અનોખો નજારો જોવા મળ્યો હતો
કોડીનાર તાલુકાનાં ઘાંટવડ ગામમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતિ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી હતી.
14 મી એપ્રિલ ની પૂર્વ સંધ્યાએ યુવાનોએ કેક કાપી અને જન્મ જયંતિ ની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રંગબેરંગી ફટાકડાઓથી આખું આકાશ પણ રોશનીથી જળહળી ઊઠયું હતું.મુખ્ય રોડ ની બંને સાઈડ માં લગાવવામાં આવેલ પોસ્ટરો અને લાઈટ ડેકોરેશને પણ ગામની રોશનીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. 14મી એપ્રિલનાં દિવસે રેલી સ્વરૂપે ડીજેનાં તાલ સાથે હજારોની સંખ્યામાં સમગ્ર ઘાંટવડ ગામનાં તમામ સમાજનાં લોકો જોડાયા હતા. તમામ આગેવાનો નું સમગ્ર દલિત સમાજનાં લોકોએ પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગામનાં તમામ સમાજનાં આગેવાનો એ પણ ડો. બાબા સાહેબ આંબેડકર નાં તીલી ચિત્ર ને ફુલહાર કરી જય ભીમ જય સંવિધાન ડો.બાબા સાહેબ આંબેડકર અમર રહો ના નારા સાથે સમતા,સમાનતા,બંધુતા અને ભાઈચારાની ભાવના સાથે ઘાંટવડ ગામના લોકપ્રિય સરપંચ શ્રી અબ્દુલભાઈ મહેતર,ઉપ સરપંચ શ્રી નટવરસિંહ મકવાણા સામાજિક ન્યાય સમિતિ નાચેરમેન શ્રી અશોકભાઈ વાઢેળ,ગ્રામ પંચાયતનાં સભ્ય શ્રી અભયભાઈ બાંભણીયા તેમજ મહેશભાઈ વાઢેળ તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી ડાયાભાઈ વાઢેળ એ રેલીને ગામનાં મુખ્ય માર્ગ પર પ્રસ્થાન કરાવી હતી. ત્યારે સમગ્ર ઘાંટવડ ગામ જયભીમ જય સંવિધાન ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું
આ તકે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ હોવાથી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનાં કોંગ્રેસ અને ભાજપ પક્ષના ઉમેદવારો પણ આ રેલીમાં જોડાયા હતા.
-સૌ પ્રથમ જાગ્રતશા પીર બાપુની દરગાહ પાસે રેલી પહોંચતા રેલીમાં જોડાયેલ તમામ લોકોનું ગ્રામ પંચાયત નાં સભ્ય શ્રી અયુબભાઈ સેલોત તેમજ સદસ્ય શ્રી અલ્તાફભાઈ સાયલી અને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા બાબા સાહેબનાં તૈલી ચિત્ર ને ફૂલહાર કરી શોભા યાત્રામાં જોડાયેલ તમામ લોકોનું સ્વાગત કરી ઠંડા પીણા પીવડાવી
મોઢામીઠા કરાવ્યા હતા અને ત્યારબાદ તેઓ પણ આ રેલીમાં જયભીમનાં નાદ સાથે જોડાય ગયા હતા. ત્યાર બાદ ગ્રામ પંચાયત ઓફિસમાં સરપંચશ્રી અબ્દુલભાઈ મહેતર તેમજ તાલુકા અને જીલ્લા પંચાયતનાં ભાજપ અને કોગ્રેસ પક્ષના ઉમેદવારોએ પણ બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફુલહાર કરી જય ભીમનાં નારા લગાવ્યા હતા. પરંતુ, જ્યારે રેલીમાં જોડાયેલ તમામ મહિલાઓએ જયારે બાબા સાહેબના ફોટાને વંદન કરી કૂલહાર કર્યા ત્યારે જય ભીમ જય સંવિધાન ના નારા સાથે પંચાયત ઓફિસ અને ગાર્ડન ગુંજી ઉઠ્યું હતું.
આ તકે ઘાંટવડ આલીદર સીટનાં કોંગ્રેસનાં ઉમેદવાર ભીખાભાઈ ગોહિલનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યુ હતું કે હું મારી જાતને ખૂબ નશીબદાર સમજુ છુ કે મને ડો. બાબા સાહેબ આંબેડકર નાં જન્મ દિવસ નીમિતે રેલીમાં જોડાવવાનો મોકો મળ્યો અને બાબા સાહેબના તૈલી ચિત્રને હજારો લોકોની વરચે કુલહાર કરવાનો મોકો મળ્યો તે બદલ હું સમગ્ર દલિત સમાજ અને સમગ્ર ઘાંટવડ ગામનો આભાર માનું છું અને હું ડો.બાબા સાહેબ આંબેડકર નો સદા ઋણી રહીશ કે જેના જીવન સંઘર્ષ અને સંવિધાનની બદોલત મને જીલ્લાં -પંચાયત ઘાંટવડ આલીદર સીટ ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લડવાનો મોકો આપ્યો. આ શ્રેય હું ભારતનાં સંવિધાનને આપુ છું.
ત્યાર બાદ રેલી કોળી સમાજના હોલ પાસે પહોંચતા સમગ્ર કોળી સમાજ અને પટેલ શ્રી લખમણ બાપા ચુડાસમા કોળી સમાજનાં પીઢ આગેવાન મસરીભાઈ બાંભણીયા તેમજ રાજાભાઈ વાળા(રાજાબાપા), ભગવાનભાઈ વાજા, ભીખાભાઈ વાજા, ગોવિંદઆતા પરમાર ગ્રામ પંચાયતનાં સભ્ય શ્રી પરતાપભાઈ વાઝા તેમજ કરશનભાઈ પરમાર તેમજ વીરમાંધાતા ગૃપ નાં તમામ યુવાનો એ ડો.બાબા સાહેબ આંબેડકર ના રથનું ઉષ્માભેર સ્વાગત કરી અને ફૂલહાર કર્યો હતા.અને શોભા યાત્રામાં જોડાયેલ તમામ લોકોને તેઓનાં કોમ્યુનીટી હોલમાં બેસાડી ઠંડાપીણા પીવડાવી લોકોના દિલમાં ઠંડક પ્રસરાવી હતી. અને તેઓ પણ જયભીમ જય સંવિધાન નાં નાદ સાથે રેલીમાં જોડાય ગયા હતા.ત્યાર બાદ રેલી ગામની મુખ્ય બજારમાં થઈ નવદુર્ગા ચોક થઈ મહાકાળી ગરબી ચોકમાં પહોંચતા જ્યાં મુખ્ય વસાહત વહવાયા સમાજની હોય તેઓ દ્વારા પણ ડો.બાબા સાહેબ નાં ફોટાને ફૂલહાર કરી તમામ લોકોનું સ્વાગત કર્યું હતું રેલીમાં ઉપસ્થિત માજી સભ્ય ભરતભાઈ મકવાણા, યોગેન્દ્રસિંહ ઝાલા, ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી ભીખાભાઈ મકવાણા , હરેશબાપુ મેઘનાથી, મેહુલભાઈ મકવાણા, સવજીભાઈ અને સદસ્ય શ્રી ખોડુભાઈ લાલકિયા તેમજ નામી અનામી લોકોએ અને આગેવાનો એ તમામ લોકોનું સ્વાગત કરી ઠંડાપીણા પીવરાવી જય ભીમનાં નારા લગાવ્યા હતા.
–
–
ત્યારબાદ રેલી બસસ્ટેન્ડ અને દલિત સમાજનાં કોમ્યુનીટી હોલ ખાતે પૂર્ણ થઈ હતી. અને ત્યારે ઉપસ્થિત તમામ લોકો ડો.બાબા સાહેબ અમર રહો, જય ભીમ, જય સંવિધાન ના નારા લગાવ્યા હતા અને ડો. બાબા સાહેબના ચીંધેલા માર્ગ પર ચાલવા અને તમામ સમાજમાં ભાઈચારાનું નિર્માણ કરવાની તેમજ બાબા સાહેબે આપેલ સૂત્ર શિક્ષિત બનો,સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના નારા ને સાર્થક કરવાની પ્રતિજ્ઞા લઈ બધા છુટા પડયા હતા.
આ તકે ઘાંટવડ ગ્રામ પંચાયતનાં પૂર્વ ચેરમેન શ્રી દેવશીભાઈ બાંભણિયા નો સંપર્ક કરતા તેઓએ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ વતિ ડો. બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતિ નિમીતે નીકળેલ શોભાયાત્રામાં માં જોડાયેલ ગામના તમામ સમાજનાં આગેવાનો, શુભ ચિંતકો, બહારથી પધારેલા મહેમાનો, યુવાનો, મહિલાઓ, આગેવાનો તેમજ અનુસૂચિત જાતિ સમાજ નાં યુવાનો નામી-અનામી આગેવાનો, કાર્યકર્તાઓ, મહિલાઓ, બાળકો, વૃધ્ધો, સરકારી કર્મચારીઓ,નવીન એન્યુકેશન ફાઉન્ડેશનનાં યુવાનો અને સમગ્ર ઘાંટવડ ગામનાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો …
અને ખાસ આ રેલીમાં ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને તેમાં સૌપ્રથમ વખત મહિલા પોલીસ તૈનાત કરવા બદલ ઘાંટવડ આઉટ પોસ્ટના અધિકારી શ્રીઓ તેમજ જી.આરડી ભાઈઓ, અને ખાસ કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઈ. અધિકારી સાહેબ શ્રી હરિયાણી સાહેબ શ્રીનો ઘાંટવડ અનુ. જાતિ સમાજ અને સમગ્ર ઘાંટવડ ગામ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર શિંગડ લાલજી











